Anand
12 October 2020
યોગ એક વિજ્ઞાન છે એટલે એ માત્ર આસનો નથી.. આપણે જોઈએ કે કઈ રીતે યોગ કિશોરાવસ્થામાં થતી સમસ્યાઓ પર કાબૂ મેળવવામાં મદદ કરે છે.
યોગ અને ઓર્થોપેડિક રોગો.
યોગ ઢીંચણનો દુખાવો, કરોડરજ્જુની તકલીફો, ગરદન, ખભા તેમ જ ગ્રોઈનના સ્ટિફ સ્નાયુઓ ઉપરાંત અયોગ્ય રીતે બેસવા-ઊઠવાની રીતને કારણે વાસ્કયુલર ઇન્સફીશ્યન્સી જેમ કે વર્ટીગો, ગીડ્ડીનેસ, ક્યારેક ટીનીટસ, (કાનના ઇનર કોરમાં રીન્ગીંગ સેન્સેશન), દુખાવો જેવા ઓર્થોપેડિક રોગમાંથી રીકવર થવામાં મદદ કરશે.
દુખાવામાં રાહત આપતા આસનો
- સર્વાંગાસન
- હલાસન
- શીર્ષાસન
- બેક બેન્ડીંગ આસનો જેવા કે ચક્રાસન, કપોતાસન, નટરાજાસન, ધનુરાસન,
- તાડાસન
- ભારદ્વાજાસન
- અર્ધ મત્સ્યેન્દ્રાસન
- મરીચ્યાસન
- અધોમુખ શ્વાનાસન
- સુપ્ત પાદાન્ગુષ્ઠાસન .
ઓર્થોપેડિક રોગોમાં આ આસનો શા માટે મહત્વના ગણાય છે ?
- મણકાના સંકોચનથી દુખાવો થતો હોય છે તે સ્પાઈનલ એક્ષ્ટેન્શનથી દૂર થાય છે.
- યોગમાં ટ્રાપેઝીયસ અને અન્ય સ્નાયુઓ ખેંચવાથી આંતરિક વરટીબ્રલ સ્પેસીસ પહોળી થાય છે.
- સર્વાંગાસન, હલાસન અને બેક બેન્ડીંગ જેવા આસનો ટાઇટ ટ્રપેઝીયસ મસલ્સ ઢીલા કરે છે અને હંચ(ખૂંધ) જેવી પોશ્ચરલ ડીફેક્ટ્સ સારી થાય છે.
- બેક બેન્ડીંગથી નર્વ કંપ્રેસન રિલેક્સ થાય છે.
- ભારદ્વાજાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન વગેરે જેવા ટ્વીસ્ટીંગ આસનો ડોર્સલ અને સર્વાઇકલ સ્પાઇન ઢીલી કરવા માટે શ્રેષ્ઠ છે. કેટલાંક લોકોમાં સ્પાઇનનું રોટેટર બહુ જ સ્ટિફ હોય છે. જેથી ગરદન દ્વારા રોજના કામમાં ભાગ્યે જ કામ થઈ શકે છે. આ આસનો સ્ટિફનેસ રિલિવ કરવા અને દુખાવો દૂર કરવામાં મદદ કરે છે.
- શીર્ષાસનથી સર્વાઇકલ કોલમ લાંબી થાય છે અને વજન ધારણ કરવામાં મદદ મળે છે.
ગળામાં ક્રોનિક ખરાશ, અસ્થમા, એલર્જિક છીંકો અને અન્ય પલ્મોનરી રોગો.
આના માટે નીચેના આસનો છેઃ .
- બેક બેન્ડીંગ આસનો જેવા કે, ચક્રાસન, ભૂજંગાસન, સેતુબંધાસન.
- ફોરવર્ડ બેન્ડીંગ આસનો જેમ કે જાનુ શીર્ષાસન, પશ્ચિમોત્તાનાસન, પ્રસરિતા પાદોત્તાનાસન, શીર્ષાસન, સર્વાંગાસન અને તેની સાયકલ આ આસનો આ રીતે લાભ પહોંચાડે છે:
રેફરન્સ: પૂર્વી શાહ, ફેમિના, નવગુજરાત સમય
- Log in to post comments