શલભાસન

શલભ એટલે ટીકડું. આ આસનની સ્થિતિ તીડ જેવી દેખાય છે. તેથી આ આસનને શલભાસન કહેવામાં આવે છે. આ આસન સૌ કરી શકતા નથી, થોડું અઘરું છે, તેથી તેનું એક હળવું રૂપ શોધાયું છે તેને અર્ધ શલભાસન કહે છે. આ આસનને એક પગે વારાફરતી કરવામાં પણ આવે છે જેને અર્ધ શલભાસન કહેવામાં આવે છે. તે સહેલું હોઈ બધા જ કરી શકે છે.
આ આસન ભુજંગાસનનું પૂરક છે. ઘેરંડ સંહિતામાં શલભાસન વિશે નીચે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
 

આસન કરવાની રીત

  1. જમીન પર બ્લેન્કેટ પાથરો.
  2. જમીન પર ચહેરો નીચે રહે તેમ સપાટ સૂઈ જાવ.
  3. તમારા પગ સીધા અને ભેગા રાખો જેમાં પાનીઓ ઉપરની તરફ ચીંધતી હોવી જોઈએ.
  4. આર્મ્સ (બાહુઓ) શરીરની બાજુમાં અથવા શરીરની નીચેની તરફ રાખવા. એમાં પંજા નીચેની તરફ, ઉપરની તરફ અથવા મૂઠી વાળેલા રાખવા. હાથ અને બાહુઓની સ્થિતિની પસંદગી પ્રેક્ટિશનર પર છોડી દેવી.
  5. હડપચી(ચિન) જમીનને સ્પર્શીને રાખવી.
  6. ખભાઓ જમીનથી શક્ય એટલા નજીક રાખવા અને એ રીતે જ આસન દરમિયાન રાખવા.
  7. આખાય શરીરને રિલેક્સ કરો, આંખો બંધ કરો અને શ્વાસ લો.
  8. તે પછી બંને પગ ઊંચા કરવા, તેમને જોડેલા અને ટટ્ટાર રાખવા.
  9. આખરી મુદ્રા શક્ય થાય ત્યાં સુધી ધારણ કરી રાખો.
  10. 10.  તે પછી ધીમે ધીમે પગ નીચે લાવો અને ઉચ્છવાસ કાઢો.
  11. 11.  થોડી વાર માટે આરામ કરો.

 

મર્યાદાઓઃ

આ આસન બીજા આસનોની તુલનાએ વધારે શારીરિક પ્રયાસો માગી લે છે. જે લોકોને કોરોનરી થ્રોમ્બોસિસ કે હાઇ બ્લડસુગર અને હાઇ બ્લડપ્રેશર હોય તેમણે પ્રેક્ટિસ કરતા યોગશિક્ષકની હાજરીમાં કરવું.

જો હર્નિયા, પેપ્ટિક અલ્સર, આંતરડાનો ટી.બી. કે બીજા કશાથી પીડાતા હોય તેમણે આ જાતે ન કરવું.

 

લાભઃ

  1. શલભાસન આખાય ચેતાતંત્ર એટલે કે ઓટોનોમિક નર્વ્ઝ સિસ્ટમને ખાસ કરીને પેરાસિમ્પેથેટિકલી આઉટફ્લોને સ્ટિમ્યુલેટ કરે છે.
  2. શરીરનાં વિવિધ અંગોનાં ઇક્વિલિબ્રિયમને જાળવે છે, સાધારણ રીતે સિમ્પેથેટિક સિસ્ટમ શરીરની ઊર્જાને બહુજ ડિરેક્ટ કરે છે.
  3. એ શરીરને ઇમર્જન્સીનો સામનો કરવા માટે તૈયાર કરે છે.
  4. ઓટોનોમિક નર્વ્ઝ સિસ્ટમને કાર્યક્ષમ રાખવાની જરૂર છે.
  5. પેટનાં તમામ અંગોને મસાજ થાય છે.
  6. પેટ પર આવતું દબાણ શરીરના વજનને કારણે હોઈને વાઇટલ અંગોના કામમાં સુધારો થાય છે.

 

આસન કરતી વખતે યાદ રાખવાના મુદ્દાઃ

  • ખભા જમીનથી શક્ય એટલા નજીક રાખવા.
  • પ્રેક્ટિસ દરમિયાન હડપચી(ચિન)ને જમીનના સંપર્કમાં રાખવી.
  • જ્યારે પગ ઊંચા હોય ત્યારે ટટ્ટાર રાખવા.
  • પેટને શરીરનું મોટા ભાગનું વજન ઝીલે તે રીતે રાખો.

 

ટિચર્સ ટિપ્સઃ

રોજિંદા જીવનમાં આપણા મગજમાં ઘણા બધા આઇડિયાઝ આવતા હોય છે. દરરોજ આપણે કંઈક વિચારીએ છીએ અને કંઈક જુદું કરીએ છીએ. શું આપણે જે વિચારીએ છીએ તે કેટલીક બાબતો હંમેશા કરીએ છીએ કે પછી જેમ દિવસ જાય તેમ વિચારો બદલાય છે? એવું બને છે કે સવારમાં આપણે વિચાર કરીએ, આયોજન કરીએ અને નક્કી કરીએ કે આ કરવું છે પણ દિવસના અંતે તો કંઈ જુદું જ કર્યું હોય છે. ક્યારેય વિચાર્યું છે કે આમ કેમ થાય છે અને કેમ આપણે જે આયોજન કર્યું હોય તેવું જ કેમ નથી કરી શકતા? મોટે ભાગે એ કારણસર કે આપણા મનની કલ્પનાઓ કે આઇડિયાઝ મગજમાં સ્પષ્ટ નથી હોતા. બીજી બાજુ જો આઇડિયાઝ સ્પષ્ટ હોય તો એને અસરકારક રીતે ફોલો કરીને કરી શકાય. જ્યારે યોગની પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે, ધીમે ધીમે વિચારોમાં સ્પષ્ટતા આવતી જાય છે. જ્યારે હું યોગની પ્રેક્ટિસ કરું છું ત્યારે જો હું ડિસ્ટર્બ હોઉં કે ગમગીની લાગતી હોય તો મારી પ્રેક્ટિસ દરમિયાન પૂછું છું કે આ શું છે, મારાથી કંઈ ખોટું થઈ ગયું છે? મને કેવી રીતે સારું લાગે, શું કરું તો હું ફરી ખુશ થાઉં? મારા વિચારો કેવી રીતે સુધારું કે જેથી મને સારું લાગે? અને અંદરથી-આત્મામાંથી- જવાબ મળે છે. મને ખાત્રી છે કે આપણા સૌની સાથે આ થાય છે.

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ

 


શલભ એટલે ટીકડું. આ આસનની સ્થિતિ તીડ જેવી દેખાય છે. તેથી આ આસનને શલભાસન કહેવામાં આવે છે. આ આસન સૌ કરી શકતા નથી, થોડું અઘરું છે, તેથી તેનું એક હળવું રૂપ શોધાયું છે તેને અર્ધશલભાસન કહે છે. આ આસનને એક પગે વારાફરતી કરવામાં પણ આવે છે જેને અર્ધ શલભાસન કહેવામાં આવે છે. તે સહેલું હોઈ બધા જ કરી શકે છે.

આ આસન ભુજંગાસનનું પૂરક છે. ઘેરંડ સંહિતામાં શલભાસન વિશે નીચે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

अथ शलभासनम् ।

अध्यास्यः शेते कर युग्मं वक्षे भूमिमवष्टभ्यकरयोस्तलाभ्याम् ।

पादौ च शून्ये च वितस्तिचार्ध्यं वदन्ति पीठंशलभं मुनीन्द्राः ॥

મૂળ સ્થિતિ : પાથરણું પાથરી પેટ ઉપર સૂઈ જવૂ.

પદ્ધતિ :

  • સૌ પ્રથમ એક સ્વચ્છ પાથરણું પાથરી જમીન ઉપર મોં નીચું રાખી પેટ ઉપર ઉલટા સૂઈ જાઓ.
  • બન્ને હાથ બાજુ પર સીધા ગોઠવો.
  • હથેળી જમીન તરફ રાખો.
  • બેય  પગ ભેગા કરી, ઘૂંટણમાંથી વાળ્યા વગર શ્વાસ અંદરની તરફ લઈ પગને શક્ય તેટલા ઊંચા કરો.
  • ધીમે ધીમે પગને ઉપરની તરફ લઈ જાઓ.
  • થોડીવાર આ સ્થિતિમાં રહો. આ સ્થિતિમાં યથાશક્તિ શ્વાસ રોકી રાખો.
  • હવે ધીમે ધીમે શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં આવો.

અર્ધશલભાસન :

 

ધ્યાનમાં રાખવાની બાબતો :

  • શરૂઆતમાં એક પગ ઊંચો કરી અર્ધશલભાસન કરવું.
  • ધીમે ધીમે વધુ અભ્યાસ કરી પૂર્ણ શલભાસન કરવું.
  • પગને ઘૂંટણમાંથી સીધા રાખવા.
  • શક્ય તેટલો જ શ્વાસ રોકવો.
  • સગર્ભા સ્ત્રીઓએ આ આસન કરવું નહિ.
  • ઊંચા બ્લડ પ્રેશરવાળા લોકોએ આ આસન કરવું નહિ.
  • અસ્થમા કે અલ્સરના દર્દીઓએ પણ આ આસન કરવું નહિ.
  • નબળા ફેફસાંવાળાએ કે સારણગાંઠ હોય તેણે આ આસન ન કરવું.

ફાયદા :

  • કરોડની માંસપેશીઓ, જ્ઞાનતંતુઓ અને બંધનો માટે આ આસન  ખૂબ જ ફાયદાકારક છે.
  • પેટ, જાંઘ અને પગના સ્નાયુઓનો વિકાસ થાય છે.
  • આ આસનથી જઠર, બરોડ, પિત્તાશય, મૂત્રાશય અને આંતરડાના રોગો દૂર થાય છે.
  •  શલભાસનથી કબજિયાત મટે છે.
  • મળવિસર્જનતંત્ર શક્તિશાળી બને છે.
  • આ આસનથી પગના સોજા ઘટે છે.
  • વાત, પિત્ત અને કફ પ્રકૃતિજન્ય રોગોમાં આ આસન ખૂબ જ લાભદાયક છે.
  • આ આસનથી ફેફસાના રોગો દૂર થાય છે અને ફેફસાં મજબૂત બને છે.
  • કમરના વ્યાયામ માટે આ આસન ઉત્તમ આસન છે.
  •  પગના સ્નાયુઓ આ આસન કરવાથી મજબૂત બને છે.
  •  સ્વપ્નદોષ મટાડવા આ આસન ઉપયોગી  છે.
  • આ આસનથી શરીરના બંધ પડેલા વાયુકોષો ખૂલી જાય છે.