Anand
11 December 2020
પીંછ મયૂરાસનને પીકોકફેધર પોઝ પણ કહે છે. સંસ્કૃતમાં પિચ્છ એટલું પીંછું અને મયૂર એટલે મોર. આ પીંછ મયૂરાસન પીંછા ફેલાવેલ મયૂર અથવા કળા કરતા મોર જેવો દેખાવ આપે છે એટલે તેને પીંછ મયૂરાસન કહેવામાં આવે છે.
રીત:
- પોતાના ઢીંચણ પર વજ્રાસનમાં આરામ કરો.
- ધીમે ધીમે કોણી વાળો અને તેને સીધા ખભા નીચે મૂકો. તમારા બંને પંજા ઇન્ટરલોક કરો.
- ધીમે ધીમે પાછળથી ઊભા થાવ અને અધોમુખ શ્વાનાસન કરો.
- અધોમુખ શ્વાનાસનમાં ધીમે ધીમે હાથ તરફ જાવ.
- બંને હાથમાં તાકાતનો અનુભવ કરો જે જમીન પર છે.
- ધીમે ધીમે સારા સંતુલન સાથે એક પછી એક પગ ઊંચો કરો અને બંને પગને બેલેન્સ કરો.
- શ્વાસ નિયંત્રિત અને સ્મૂધ રહે તે જુઓ.
- આસનને તમારા કોરમાં બેલેન્સ કરો, જો તમે પછી ઉડ્ડ્યન બંધ કરી શકો તો.
- જમીન પર એક બિંદુ પર દૃષ્ટિ ફોકસ કરો.
- જ્યારે પાછા આવવું હોય તો બંને પગ ધીમે ધીમે નીચે લાવો અને શવાસનમાં વિરામ લો.
સાવધાની શી રાખવીઃ
શરૂઆતમાં તમે યોગ્ય બેલેન્સ માટે દીવાલ સામે પ્રેક્ટિસ કરી શકો છો. એક વાર કોન્ફિડન્સ આવી જાય તો તમે કોઈ સપોર્ટ વગર પ્રેક્ટિસ કરી શકશો.
લાભઃ
- ફેફસાં પૂરેપૂરાં વિસ્તરે છે જ્યારે પેટના સ્નાયુઓ સંકોચાય છે.
- આખી ય સ્પાઇન વિગરસલી ટોન થાય છે અને સ્વસ્થ રહે છે.
- આસનમાં મયૂરની માનસિકતા સૂચક બની રહે છે.
- કોણી અને કાંડાં (એલ્બો અને રિસ્ટ)માં સ્ટ્રેન્ગ્થ માટે મદદ મળી રહે છે.
- આ આસનમાં ખભા, ગરદન, નેવલ, બેલી અને થોરેક્સ સ્ટ્રેચ થાય છે જેથી ખભા, પીઠ અને બાહુ મજબૂત થાય છે.
ટીચર્સ ટિપ્સઃ
આ પોઝ થોડી વાર માટે તમને તમે મયૂર છો એવું લાગે એવું ચમત્કારિક છે. ક્રિશ્ચાનિટીમાં મોરનું પીછું સ્વર્ગનું સૌંદર્ય અને ગ્લોરીનું પ્રતીક છે. પોઝ કરતી વખતે જાતને આટલું પૂછોઃહું કેવી રીતે એ સૌંદર્ય, એ ગ્લોરીને સ્પર્શી શકું ? મારે માટે સ્વર્ગનું સૌંદર્ય, ગ્લોરીનો અર્થ શો?
- તમારી અંદર દિવ્ય પ્રકાશનો અનુભવ કરો. પ્રકાશમાં તમારી જાતને મોરના પીંછામાં જુઓ. આ પોઝ કરો અથવા એમાં તમારી જાતને પીંછા જેટલી હળવી વિઝ્યુઅલાઇઝ કરો. માનો કે જાણે તમે મયૂર છો, એટલા સુંદર અને આકર્ષક પીંછાસભર મોર છો અને આસનને શક્ય હોય તો બંધ આંખે થોડો સમય ધારણ કરી રાખો.