ઉષ્ટ્રાસન

અભયાસ્ય સેતે પાદયોગમ્ અવ્યસ્તમ્ પ્રસ્થે, નિધયાऽપિધ્રતમ્ કરાભ્યામ્ આકુંચયેત સમ્યગ્ઉદારીયગાધમ્ ઔસ્ત્રમ્ કા પિઠમ્ યોગિનો વદંતિ.

અર્થાત્

વિદ્યાર્થી (તેની બેઠક પર) આડો પડે છે. મોઢું નીચેની તરફ હાથમાં રાખી પગની આંટી મારી પાછળની બાજુ ઝૂકે છે અને તેનું મોઢું અને પેટ વિગરસલી સંકોચાય છે. યોગીઓ એને ઉષ્ટ્રાસન કે કેમલ પોઝ કહે છે.

 

ઉષ્ટ્રાસનના નામની વિશેષતાઃ

એ સમજાવવું અઘરું છે કે શા માટે આને ઉષ્ટ્રાસન કહે છે. સંસ્કૃત સાહિત્યમાં ઊંટનું વર્ણન કુરુપતાના નમૂના તરીકે થયું છે. પણ ખરેખર આ આસનમાં કુરુપ અથવા તો કદરૂપો ભાગ કેવળ સંકોચાયેલ મોં છે.

ફિઝિયોલોજીની રીતે વાત કરીએ તો ઊંટ ખાધા-પીધા વિના લાંબો સમય રહી શકે છે. એનું કારણ છે ઊંટના બમ્પમાં ઘણી બધી ચરબી રહેલી છે જે ઇમર્જન્સીમાં એના ખોરાક તરીકે કામ કરે છે. ઉપરાંત, ઊંટનું પેટ વાદળી (સ્પોંજ) જેવું બનેલું હોય છે જે એને પાણીના સંગ્રહ માટે કામ લાગે છે જેથી એનો એ રણમાં ઉપયોગ કરી શકે છે.

યૌગિક સાહિત્યમાં એમ કહેવાયું છે કે પતંજલિ અનુસાર આ પોઝ આપણને ભૂખ-તરસમાંથી મુક્તિ આપે છે.

 

રીત:

  • પોતાની બેઠક પર સૂવાની સ્થિતિમાં આડા પડવું. હડપચી બેઠક પર ટેકવવાની, હાથો શરીરની બાજુમાં અને પગ સાથે તાણેલા રાખવા.
  • તે પછી પગ ઢીંચણથી વાળવા, તેમને સાથળ પર બેવડા કરી લેવા, આંટી મારવી અને હાથમાં પકડી લેવા. જમણો પગ ડાબા હાથમાં અને ડાબો પગ જમણા હાથમાં એમ પકડવા.
  • આખરે એ વિગોરસલી પેટ સંકોચે છે, માથું ઊંચું કરે છે અને જોર કરીને મોઢું પણ સંકોચે છે.
  • મોઢું ઊંટ જેવું કદરૂપું બને છે.

 

લાભ:

  • આખું ગળું, પેટ અને છાતી સ્ટ્રેચ થાય છે એથી એ સારું બેક બેન્ડ થાય છે અને કરોડ રજ્જૂ ખુલે છે.
  • થાઇરોઇડ ગ્રંથિઓ સક્રિય થાય છે.
  • અસ્થમા, બ્રોન્કાઈટિસ અને કફ તથા શરદી માટે આ સારું બ્રોન્કોડિલેટર છે.
  • સ્પાઇન સ્ટ્રેન્ગ્ધન કરવા માટે મદદ કરે છે.
  • સ્ટ્રેચથી ગ્રોઈનનો ભાગ ખૂલે છે અને અનાહત અને મૂળાધાર ચક્ર અત્યંત સક્રિય થાય છે.
  • ખભા, ગરદનના દુખાવામાં મદદ કરે છે અને એકંદર પોશ્ચરમાં સુધારો કરે છે.

 

શી સાવચેતી રાખવીઃ

  • શરૂઆતમાં જો પગ પકડી ન શકો તો દબાણ કે ઓવરસ્ટ્રેચ ન કરશો. એનાથી ઢીંચણને નુકસાન થશે.
  • જો પીઠ કે ઢીંચણમાં દુખાવો હોય તોબ્લોસ્ટર્સ સાથે અને યોગશિક્ષકની હાજરીમાં આ આસન કરવું.