બૌદ્ધયાન-ધર્મસૂત્ર, ગૌતમ-ધર્મસૂત્ર અને સત્ય-સાધશ્રુતા સૂત્રથી એ જોવામાં આવ્યું છે કે પ્રાણાયામની પ્રેક્ટિસ એ કેવળ કેટલીક ધાર્મિક વિધિઓનો ભાગ હતો. આ સૂત્રોથી એ પણ સ્પષ્ટ થાય છે કે પ્રાણાયામ શબ્દ માત્ર અભ્યાંતર કુંભક માટે વપરાતો હતો, ત્યારે પૂરક કે રેચક કશું ન હતું. .
આ સૂત્રો મુજબ શ્વાસ રોકવાની શારીરિક ક્ષમતા ઘટે નહીં ત્યાં સુધી કુંભક જાળવી રાખવાનો રહેતો. બીજો મુદ્દો એમણે એ ઉલ્લેખ કર્યો છે તે છે શ્વાસ મંત્રના રટણ સાથે રોકવો. આ રીતે પ્રાણાયામનું ઇવોલ્યુએશન આવ્યું.
મનુ પ્રાણાયામને ઇન્દ્રિયોની શિથિલતા દૂર કરનાર તરીકે વર્ણવે છે અને કહે છે કે પ્રાણાયામનો ઉપયોગ પાપ ધોઈ કાઢવા માટે થાય છે. બૃહદ્ યોગી યાજ્ઞવલ્ક્યસ્મૃતિમાં કહ્યું છે કે પ્રાણાયામમાં એ શક્તિ છે કે જો રોજ સૂર્યોદય વખતે એને 100 વખત કરવામાં આવે તો એ વ્યક્તિને સ્વર્ગની ઊંચાઇએ પહોંચાડે છે.
જ્યારે એકાગ્રતા અને ઇન્કન્ટેશન સાથે કરવામાં આવે ત્યારે પ્રાણાયામને યુનિવર્સલી સગર્ભ(અંદરના કંટેન્ટ સાથે) કહેવાય છે.
અગર્ભઃ જ્યારે શ્વાસને સાદી રીતે રોકવામાં આવે (અંદરના કંટેન્ટ વિના)
સગર્ભઃ જ્યારે એકાગ્રતાથી કરવામાં આવે ત્યારે પ્રાણાયામને સામાન્ય રીતે સગર્ભ કહેવામાં આવે છે. .
શ્વસનઃ જિંદગી એક શ્વાસ અને પછીના શ્વાસ વચ્ચેનો ગાળો છે. જે અધૂરી રીતે શ્વાસ લે છે તે છે અધૂરું જીવે છે. જે સાચી રીતે શ્વાસ લે છે તે પૂરા અસ્તિત્વ પર નિયંત્રણ ધરાવે છે.
શ્વસન એ એક પ્રક્રિયા છે જેને વિશે આપણે ભાગ્યે જ વિચાર કરીએ છીએ. એ આપોઆપ થતી જાય છે તેમ છતાં મોટા ભાગના લોકો એને ખોટી રીતે કરે છે.
જો શ્વાસ લેવાની પ્રક્રિયા શરીરની સ્પોન્ટેનિયસ કામગીરી છે તો એ કેવી રીતે ખોટી પદ્ધતિએ થઈ શકે ? જવાબ એ છે કે આપણા શ્વાસના સ્નાયુઓ આળસુ બને છે અને સૌથી વધુ શ્વાસ અને ઉચ્છવાસની ક્રિયા આપવામાં સીઝ થઈ જાય છે.
જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે આપણે કહીએ છીએ કે તે એક્સ્પાયર થયા. એ જ શબ્દ શ્વાસ બહાર આવે અથવા ફેફસાંમાંથી બહાર આવતા શ્વાસ માટે વપરાય છે. પ્રાણીઓને જુઓ, તેમની આખીય જિંદગી પ્રકૃતિના લય મુજબ ચાલે છે. પક્ષીઓ ઋતુઓ પ્રમાણે સ્થળાંતર કરે છે. પ્રાણીઓ સમાગમ કરે છે અને ક્યારેક તેઓ ઋતુના ફેરફાર પ્રમાણે તેમના ઊન કે પીંછામાં ફેરફાર કરે છે. માછલી અને શંખની કેટલીક પ્રજાતિઓ વર્ષના ચોક્કસ સમયે ચોક્કસ સ્થળે હજારો માઇલનો પ્રવાસ ખેડે છે.
જેને લીધે હજારો કીડીઓ એકમેક સાથે સુસંગત રહીને કામ કરે છે તે છે કુદરતનો લય. એ જ વાત મનુષ્યો સાથે બને છે. આપણી પ્રવૃત્તિઓ આપણી આસપાસની પ્રકૃતિના લય અનુસાર નક્કી થવી જોઈએ. પણ આપણે એવું ક્યારેય નથી કરતા. તમે ક્યારેય વિચાર્યું છે કે જો કીડીઓ પરસ્પર યુનિફોર્મિટીથી કામ ન કરે તો શું થાય ? આપણે માનવીઓએ કીડીઓ પાસેથી યુનિફોર્મિટીમાં કામ કરવાનું શીખવું જોઈએ અને જીવનના તમામ પાસાંઓમાં અનયુનિફોર્મિટી નહીં રાખવી જોઈએ.
ટીચર્સ ટીપ્સઃપ્રાણાયામ એ શ્વાસ સાથેનું કામ હોવાથી આપણને થતો બહુ જ સટલ અનુભવ છે. પ્રાણાયામ દરેક વ્યક્તિ માટે અલગ હશે કેમ કે દરેકનો શ્વાસોચ્છવાસનો દર અલગ અલગ હોય છે. એનો સંબંધ ઉંમર, વ્યવસાય, જાતિ, ટેવો...વગેરે અનેક પરિબળો સાથે છે. તમે પ્રાણાયામ ટીવી કે ઇન્ટરનેટથી ન શીખી શકો. એ બહુ હેઝાર્ડસ હોય છે અને તમને સારું થવાને બદલે નુકસાન થઈ શકે. પ્રાણાયામ એ એવું નથી કે જ્યારે પણ તમે ઇચ્છો ત્યારે કરી શકો. કેટલાક નિયમો અને તેની શિસ્ત જો પાળવામાં આવે, તો પ્રાણાયામ ચોક્કસ અને અસરકારક બની શકશે. .
- Log in to post comments