હનુમાનાસન

કબજિયાતને દૂર કરનારા યોગાસનો

મારા મતે કબજિયાત એ અગણિત બીમારીઓનું કારણ છે. 90% બીમારીઓ કબજિયાતના કારણે થાય છે. અંગત રીતે કબજિયાતના ઘણા દર્દીઓને મળી છું જેઓ યોગ માટે આવે છે પછી યોગ નિયમિત રીતે કરવાથી રાહત અનુભવે છે. ઘણાને ખરેખર તો કબજિયાત નથી હોતી પણ મળશુદ્ધિ ન થવાથી અને શરીરમાં ધીમે ધીમે ઝેર બનતું હોવાથી પીડાતા હોય છે. આપણા આંતરડાં ખરેખર તો ગંદકી વહી જનાર છે અને એ અગત્યનું છે કે તમામ પ્રકારનો ન પચેલો ખોરાક અને કચરો તેમાંથી પસાર થાય જેનો નિકાલ થવો જ જોઈએ, નહીંતર રહેલો ઝેરી પદાર્થ પાછો શરીરમાં જઈને, લોહીમાં શોષાઈને આંતરડાની દીવાલોમાં રહી જાય છે. આવો રહી ગયેલ પદાર્થ એ નીકળી ગયેલ પદાર્થ કરતાં વધુ અગત્ય માગી લે છે .

 

કબજિયાત માટેના આસનો અને યોગિક મેનેજમેન્ટ

  1. સુપ્ત વજ્રાસન, પૂર્વોત્તાનાસન અને બેક બેન્ડિંગ જેવાં આસનો જ્યારે કરવામાં આવે ત્યારે તેનાથી ગેસ્ટ્રિક એરિયામાં હેલ્ધી બ્લડ સર્ક્યુલેશનને મદદ કરે છે. .
  2. તમામ બેક બેન્ડિંગ આસનોમાં વેગસ નર્વઝનું સ્ટ્રેચ એ અગત્યનું મેકેનિઝમ છે, જે લોહીનો પ્રવાહ ઘટાડે છે. ભૂખ પણ એમાં ઘટી જાય છે.
  3. સેતુબંધ, સર્વાંગાસન, વિપરીત કરણી આસન બહુ સારા છે કેમ કે એ જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે, જે પાચનમાં મદદ કરે છે અને નાભિની ઉપર મણીપુર ચક્રમાં આવેલ છે.
  4. આસનોથી મોટી ઉંમરે એસિડનો પ્રવાહ જળવાય છે જે પેથોલોજીકલ તત્વોથી પેટ પર થતું આક્રમણ રોકે છે.
  5. પવનમુક્તાસન, હલાસન, પૂર્ણ શલભાસન અને ધનુરાસન જેવા આસન કબજિયાત દૂર કરવા માટે બહુ જ અસરકારક છે.

 

કબજિયાત થવાના ખરેખરાં કારણો ક્યાં છે ?

  • કબજિયાત ક્યારેક સાઈકોલોજીલ કારણોસર થાય છે જેમ કે એક સ્ત્રી, જેને હું જાણું છું તેને કબજિયાત એટલે થઇ હતી કે તે જ્યાં રહેતી હતી ત્યાં તેને બાથરૂમ બીજા સાથે શેર કરવાનો રહેતો. જરૂર કરતાં ઓછુ ખાવાથી પણ કે વધુ ખાવાથી પણ થાય. ઓછી કસરત કરવાથી કે ભય અને ટેન્શનથી પણ થાય છે. .
  • દવાઓનો વધુ પડતો ઉપયોગ
  • ખોરાકમાં રેસાઓ એટલે કે ફાઈબરનો ઉપયોગ સાવ ઓછો.
  • વધુ પડતું મદ્યપાન કે ધૂમ્રપાન પણ કબજિયાત કરે છે.

 

કબજિયાત અને યોગિક ક્રિયાઓ:

  • મહીને એક વાર વમન(ઊલટી) જેવી અને દર ત્રણ મહીને એક વાર શંખપ્રક્ષાલન જેવી યોગિક ક્રિયાથી આંતરડું સાફ કરી લેવું જોઈએ. જો કે એનો આધાર તમારી કબજિયાતની ગંભીરતા પર છે.

 

ટીચર્સ ટીપ્સ:

યોગીઓએ આપણા પેટના અંગોનું એક સરસ વિચારણીય ડીલ આપ્યું છે. તમે જુઓ કે આપણી રમતો કે સ્પોર્ટ્સમાં ક્યાંય શરીરના વચલા ભાગનો હિસ્સો આવતો નથી. તો પણ આપણે પશ્ચિમની નકલ ઉતારીએ છીએ એટલે મોટા ભાગના ઘરોમાં પાશ્ચાત્ય શૈલીના ટોઇલેટ જોવા મળે છે. મારા મતે જો શક્ય હોય તો તમારા ઘરમાં એક ટોઇલેટ ઇન્ડિયન હોવું અત્યંત જરૂરી છે. જૂના જમાનામાં કબજિયાતના પ્રશ્નો આટલા ફાલ્યા નહોતા. કેમ કે ભારતીય શૈલીના ટોઇલેટ શૌચ સારી રીતે નીકળે તે માટે પેટના અંગો પર સારું દબાણ મૂકી શકતા હતા. જમ્યા પછી સ્ક્વેટીંગ પદ્ધતિએ બેસવાનો પ્રયાસ કરો, એનાથી પણ ઘણી મદદ મળશે. યોગ કરતા બીજી કોઈ પદ્ધતિ સરળ અને વધુ અસરકારક હોય તો તેની મને ખબર નથી.