રીત:

  • શવાસનમાં સૂઈ જાવ.
  • સર્વાંગાસન કરો અને તેમાં પગ તમારા માથા પાછળ લેતાં હલાસન કરો.
  • હલાસનમાં શ્વાસ નોર્મલ અને નેચરલ રીતે લો. થોડાક શ્વાસ લેવા સુધી હલાસનમાં રહો અને એક વાર કમ્ફર્ટેબલ લાગે, એટલે એક પગ ઢીંચણમાંથી વાળીને કાનને સ્પર્શ કરાવો. આને કર્ણપિડાસન કહે છે.
  • હવે ફાઇનલ પોશ્ચરમાં તમારો એક પગ હલાસનમાં છે અને બીજો પગ કર્ણપિડાસનમાં છે.
  • શક્ય હોય તેટલી વાર સામાન્ય શ્વાસ રાખીને કમ્ફર્ટેબલ લાગે તેટલી વાર આસનમાં રહો.
  • જ્યારે પાછા આવવું હોય ત્યારે ધીમેથી પાછું સર્વાંગાસન કરો અને  પાછા આવો.
  • શવાસનમાં વિરામ કરો.

 

લાભઃ

  • આખીય વર્ટીબ્રલ કોલમ સ્ટ્રેચ થવાથી સ્પાઇન સ્ટ્રોંગ થાય છે.
  • પાચન સુધરે છે કેમ કે એબડોમિનલ મસલ્સને મસાજ મળે છે.
  • બ્લડ ફ્લો સેન્ટ્રલ નર્વ્ઝ સિસ્ટમ તરફ જતો હોવાથી કામનેસ અને પીસફુલ અનુભૂતિમાં મદદ મળે છે.
  • મહિલાઓને રિપ્રોડક્શન સાયકલ, વંધ્યત્વ, પીઠનો દુખાવો અને મેનોપોઝમાં મદદ કરે છે.
  • નિતંબ, હિપ્સ અને સાથળ ટોન થાય છે.

 

પ્રિકોશન્સઃ

  • ઓવરસ્ટ્રેચ ન કરવું, તમારી કેપેસિટી પ્રમાણે જ કરવું.
  • પ્રેક્ટિસ દરમિયાન તમારો શ્વાસ સ્મૂધ અને નેચરલ હોવો જોઈએ.
  • ફાઇનલ પોશ્ચરમાં આંખો બંધ રાખીને પોશ્ચર હોલ્ડ કરવું અને આસન ફીલ કરો, કોઈ રિપિટેશન ન કરવું.

 

ટિચર્સ ટીપ્સઃ

એવું ક્યારેક બને છે કે તમે કેટલીક બાબતે જિંદગીમાં બહુ જ કન્ફ્યુઝ થયા હોવ. એ તમારું કુટુંબ, તમારા જીવનસાથી, બાળકો, સાસરિયાં, ઓફિસ, આરોગ્ય અંગે હોઈ શકે અને તમારા તમામ પ્રયાસો કરવા છતાં, સખત મહેનત કરવા છતાં તમને કોઈ પોઝિટિવ રિસ્પોન્સ કે રિઝલ્ટ્સ મળે નહીં એમ બને. મને ખાત્રી છે કે આપણા પૈકીના મોટા ભાગના આ ફેઝમાંથી ગયેલા જ હોય. ત્યારે ખરેખર શું કરો છો? કોઈ ઉકેલ નથી મળતો માટે તમે ભાગી શકો નહીં, કે છોડી દઈ શકો નહીં કે આપઘાતનો વિચાર સરખો ન કરી શકો. આપણે હંમેશાં આવા મુશ્કેલ

તબક્કામાંથી બહાર નીકળવાનો વિચાર કરીએ છીએ. કદાચ આપણે ઇશ્વર તરફ પણ વળી જઈએ. કંઈક પૂજાપાઠ કરવા, બાધા રાખવી, દાનપુણ્ય કરવું વગેરે કરીએ છીએ. પણ મારા મતે એમ કરીને કેવળ સાયકોલોજિકલ સંતોષ મેળવીએ છીએ. મને લાગે છે કે આપણને દર્દ અને પીડા એની તરફ લઈ જાય છે એટલે ઇશ્વર વ્યસ્ત રહે છે.

ઘણા દારૂ, ડ્રગ્સ, ધૂમ્રપાન કરીને તેનાથી નાસવા મથે છે, જે બીજો એક રસ્તો હોઈ શકે.

મારા માટે, જ્યારે આવી કોઈ સ્થિતિ ઊભી થાય, તો થોડીક વાર હું અપસેટ થઈ જાઉં છું, રડી લઉં છું અને ફ્રસ્ટ્રેટ થાઉં છું. પણ પછી, કોઈ મંદિરે ગયા વિના, કોઈ પૂજા વિના કે દારૂનું સેવન કર્યાં વિના કે અન્ય કોઈ વસ્તુ કર્યા વગર જાણે જાદુ થાય છે. અચાનક જાણે કોઈ મારી અંદરથી મને ગાઇડ કરે છે, કહે છે કે પૂર્વી, આ જિંદગીનો માત્ર એક તબક્કો છે, એને પાર કરી જા. એ જલદીથી પસાર થઈ જશે. બસ તું શાંત રહે, ઠંડક રાખ. એની સાથે ગુસ્સે કે અપસેટ થયા વિના હકારાત્મક રીતે ડીલ કરતાં શીખ.

મેં હંમેશાં અનુભવ્યું છે કે શ્રેષ્ઠ સલાહકાર, મિત્ર, માતા-પિતા જો કોઈ હોય તો તે તમારી અંદર રહેલ તમે પોતે છો. તમારે કોઈ મંદિરે જવાની કે ઇશ્વરને પ્રાર્થના કરવાની કોઈ જરૂર નથી. એ હંમેશાં તમારી અંદર જ રહેલ છે. એને અનુભવો અને પછી ચમત્કાર જુઓ.