ડાયાબિટીસ આજના સમયમાં એક ખૂબ જ સામાન્ય બિમારી બની ગઈ છે. લગભગ બધા જ ઘરોમાં આ બિમારી જોવા મળે છે.
ડાયાબિટીસ શરીરમાં ચયાપચયના અસંતુલનના લીધે થાય છે. પેન્ક્રિયાઝની બિટા કોષિકામાંથી ઈન્સ્યુલીનનો વધારે સ્રાવ કે શક્તિહીન સ્રાવ થવાથી ગ્લુકોઝ વધી જવાથી એ રક્ત / લોહીમાં ભળી જાય છે. શરીરની કોષિકાઓને ગ્લુકોઝ ઇન્સ્યુલીનની હજારીમાં જ મળી શકે છે. ઈન્સ્યુલીનની ગેરહાજરીથી કોષિકાઓ ચરબીનું શોષણ કરવાનું શરૂ કરે છે. એટલે જ હાઈ બ્લડપ્રેશર થાય છે. ડાયાબિટીસ પણ એક વારસાગત અને મનોદૈહીક રોગ છે. વારસાગત ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકાય છે અને મનોદૈહિક ડાયાબિટીસને યોગા અભ્યાસથી મટાડી શકાય છે.
 

યૌગિક ઉપચાર

આસન: સૂર્યમસ્કાર, યોગમુદ્રાસન, શશાંકાસન, સપ્તવજ્રાસન, તાડાસન, પશ્ચિમોતાસન, ભુજંગાસન, અર્ધ મત્સ્યેન્દ્રાસન, હલાસન, સર્વાંગાસન, મતસ્યાસન, ગૌમુખાસ

પ્રાણાયામ: નાડીશોધન, ભસ્ત્રિકા, ઉજ્જયી, ભ્રા્રાંભંરી

ષટકર્મ: યોગનિંદ્રા, અજપાજપ

ડાયાબિટીસ મટાડવા માટે શંખપ્રક્ષાલન તથા વમનક્રિયા (કુંજલ) ખૂબ મહત્વના છે. ઇન્સ્યુલીનની વધારે માત્રાથી હાઈપોગ્લાયસેમિયા પણ થઈ શકે છે. એટલે લોહીમાં ગ્લુકોઝની તપાસ હંમેશા કરાવવી જોઈએ. યોગ અભ્યાસથી પણ ઇન્સ્યુલીનની માત્રા વધે છે અને ધીરે ધીરે દવાનું પ્રમાણ ઓછું થઈ શકે છે.

 

ડાયાબિટિસ માટે આસન :

અર્ધમત્યેન્દ્રાસન : બંને પગ સામે લંબાવીને બેસવું, ડાબા પગને વાળીને જમણા પગની બાજુમાં રાખવો. જમણા પગને વાળીને ડાબા નિતંબ તરફ લઈ જવો. જમણા હાથને ઉપર ઊઠાવવો અને શ્વાસ છોડતા હાથને ડાબા પગની એડી પકડવી અને ડાબો હાથ પાછળ પીઠ પર રાખીને ડાબી તરફ પાછળ જોવું. આ અવસ્થામાં શ્વાસને રોકવો ૧૦થી૬૦ સેકન્ડ. આ રીતે રહીને શ્વાસ લઈને સામાન્ય સ્થિતિમાં આવવું. આ જ રીતે બીજી તરફથી પણ આસન કરવું. આ આસન ૯ થી ૧૦ વખત શારીરિક ક્ષમતા અનુસાર કરી શકાય.

 

ધ્યાન રાખવાની બાબત :

ગર્ભવતી મહિલા, પેપ્ટીક અલ્સર અને હર્નિયાના દર્દીઓ, હાઈપર થાઈરોઈડના દર્દીઓએ આ અભ્યાસ યોગ્ય શિક્ષકના માર્ગદર્શન હેઠળ કરવું જોઈએ.

સ્ત્રોત: યોગાચાર્ય ભાસ્કર હિન્દુસ્તાની , ગુજરાત સમય , યોગ ઉપયોગ