નટરાજાસન

નટ- -નૃત્યકાર રાજા- ભગવાન, રાજા નટરાજ એ શિવનું નામ છે. એથી આસનને નટરાજાસન કહેવામાં આવે છે.

રીત:

  1. તાડાસનમાં ઊભા રહો. ડાબો હાથ ખેંચીને જમીનને સમાંતર રાખો.
  2. જમણો ઢીંચણ વાળીને જમણો પગ ઊંચો કરો. જમણા પગના એન્કલ (ઘૂંટી)ને પકડો અને એને ઊંચો ખેંચો. એન્કલ નિતંબથી દૂર રહે તે જોવું.
  3. ધીમે ધીમે પગના અંગૂઠા તરફ ફોકસ કરો અને નીચેની તરફ વાંકા વળો. ખેંચાણ વધે તેમ કરો. શ્વાસ શાંતિથી નોર્મલ જ લેજો.
  4. અહીં તમારી અનુકૂળતાએ થોડી સેકંડ માટે રોકાવ.
  5. જ્યારે પાછા આવવા ધારો ત્યારે ધીમે ધીમે પાછા ઊભા રહેવાની સ્થિતિમાં આવી જાવ.

 

લાભઃ

  1. આ આસનથી થાકેલા અને ઢીલા થઈ ગયેલ પગને બહુ સારો સ્ટ્રેચ મળે છે.
  2. એડવાન્સ આસન માટે બેલેન્સ, સ્થિરતા આપે છે.
  3. એ સારી માત્રામાં પોઇઝ અને સ્ટ્રેન્ગ્થ આપે છે.
  4. શોલ્ડર બ્લેડ્સને ફુલ મુવમેન્ટ મળે છે અને છાતી પૂરેપૂરી ફૂલે છે.
  5. તમામ વર્ટીબ્રલ સાંધાઓને આ પોઝની કસરતથી લાભ મળે છે.

નટરાજાસન

સાવચેતી:

  1. પગને વધુ પડતો સ્ટ્રેચ ન કરવો નહીંતર પગના સ્નાયુઓને નુકસાન થશે.
  2. આસનની જેમ જેમ પ્રેક્ટિસ કરશો તેમ તેમ ધીમે ધીમે બેલેન્સ વધશે, તેથી સારી ધીરજ રાખો.
  3. શરૂઆતમાં દીવાલ કે કોઈ કબાટનો સપોર્ટ લેવો.

 

ટીચર્સ ટિપ્સઃ

યોગિક શિસ્તે મને સબહ્યુમન લેવલથી ઊંચકી છે અને મને એક આત્મવિશ્વાસસભર, મારા પ્રયાસોમાં સિન્સિયર, મહેનતુ, પ્રમાણિક, મારી સ્પષ્ટ વિચારધારા અને સભાનતમાં ચોખ્ખી એવી મહિલા બનાવી છે. મને એનું ગૌરવ છે કે યોગનો આ સંદેશ આસપાસની દુનિયામાં તમામ લોકો માટે હું મારા ઘણા વિદ્યાર્થીઓ સાથે શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શાંતિ, બૌદ્ધિક સ્પષ્ટતા અને સ્પિરિચ્યુઅલ સૉલાસ કેરી ફોરવર્ડ કરી રહી છું. .

જ્યારે તમે યોગની પ્રેક્ટિસ કરો છો, ત્યારે એ કેવળ ફિઝીકલ પોશ્ચર્સ નથી, પણ તમારા શરીરની દરેક મુદ્રા સાથે, મનની પ્રવૃત્તિ અને મોશન તેમ જ દરેક શ્વાસ, ભૌતિક-શારીરિક-માનસિક અને બૌદ્ધિક સ્તર પણ એકસરખાં સંતુલિત થાય છે. દેખીતી રીતે જ યોગની આખીય ફિલસૂફીને એકત્ર કરી, પદ્ધતિસર બનાવવી અને એ દરેકને કોડીફાય કરવાનું શ્રેય પતંજલિ યોગને જાય છે. યોગ વર્તમાનમાં આખીય દુનિયામાં થાય છે. પણ મારે માટે યોગની પ્રેક્ટિસ પતંજલિ યોગસૂત્રના સિદ્ધાંતોથી શરૂ થાય છે અને ત્યાં પૂરી થાય છે. પતંજલિનો પહેલો સિદ્ધાંત છે સ્થિરમ્ સુખમ્ આસન. યોગની પ્રેક્ટિસ કરનાર દરેક પ્રેક્ટિસ કરતી વખતે સ્ટેબિલિટી અનુભવે છે. જો તમે થોડીવાર પણ એક જ મુદ્રામાં બેસી નથી શકતા અને સતત હલનચલન કરો છો તો એ યોગ નથી. જ્યારે તમે કોઈ એક આસન લાંબો સમય ધારણ કરી રાખો છો, ત્યારે સ્ટેબિલિટી આવે છે. તમે કોઈ પણ આસનનું નામ આપો, હું આરામથી એ આસનમાં ગમે તે સમયે નોર્મલ શ્વાસ અને ખુશી સાથે સૂઈ શકું છું. એને યોગ કહેવાય.