નટરાજાસન
Anand
12 December 2020
નટ- -નૃત્યકાર રાજા- ભગવાન, રાજા નટરાજ એ શિવનું નામ છે. એથી આસનને નટરાજાસન કહેવામાં આવે છે.
રીત:
- તાડાસનમાં ઊભા રહો. ડાબો હાથ ખેંચીને જમીનને સમાંતર રાખો.
- જમણો ઢીંચણ વાળીને જમણો પગ ઊંચો કરો. જમણા પગના એન્કલ (ઘૂંટી)ને પકડો અને એને ઊંચો ખેંચો. એન્કલ નિતંબથી દૂર રહે તે જોવું.
- ધીમે ધીમે પગના અંગૂઠા તરફ ફોકસ કરો અને નીચેની તરફ વાંકા વળો. ખેંચાણ વધે તેમ કરો. શ્વાસ શાંતિથી નોર્મલ જ લેજો.
- અહીં તમારી અનુકૂળતાએ થોડી સેકંડ માટે રોકાવ.
- જ્યારે પાછા આવવા ધારો ત્યારે ધીમે ધીમે પાછા ઊભા રહેવાની સ્થિતિમાં આવી જાવ.