યોગ અને યોગાસનોથી શારીરિક-માનસિક સ્વાસ્થ્ય સુધરે છે, પણ જો યોગાસનો ખોટી રીતે કરવામાં આવે તો શરીરને હાનિ પહોંચવાની પૂરી શક્યતા છે. માટે આસનો શીખતાં પહેલાં થોડી અગત્યની જાણકારી મેળવી લેવી ખૂબ જરૂરી છે.
સૌપ્રથમ તો એ યાદ રાખો કે આસનો કરતી વખતે સુખ એટલે કે કમ્ફર્ટનો અનુભવ થાય તે બહુ જરૂરી છે. આસનો શરીર પર બળપ્રયોગ કરીને નહીં, પણ મિનિમમ એફર્ટ સાથે કરવાના હોય છે. શરૂઆતમાં શરીર સ્ટીફ હોય છે, પણ આસનોની પ્રેકટિસ કરતાં કરતાં તેમાં ફ્લેક્સિબિલિટી આવે છે. એટલે શરૂઆતમાં શરીર જેટલું વળે તેટલું જ વાળવું. સ્નાયુઓ પર બહુ દબાણ ન આપવું.
- ધડ, માથું અને ગરદન ત્રણે એક સીધી રેખામાં રહે તેનું ધ્યાન રાખવું. શરૂઆતમાં દીવાલ કે ખુરશીનો ટેકો લઈ શકાય. યાદ રાખો કે કોઈ અન્યનો પરફેક્ટ પોઝ એ તમારા માટે પરફેક્ટ ન પણ હોય. એટલે પરફેક્શનનો આગ્રહ છોડી, જે સ્થિતિમાં કમ્ફર્ટેબલ ફીલ થાય તે જ સ્થિતિ સુધી શરીર વાળવું. .
- આસનો કરતી વખતે કોસ્મિક એનર્જી સાથે કે પોતાના આત્મા સાથે કનેક્ટ થવાનો પ્રયત્ન કરવો. આસનો કરતી વખતે કદી બીજા સાથે સરખામણી ન કરવી. દરેકની કેપેસિટી અલગ હોય છે. માટે આંખો બંધ રાખી ફક્ત તમારા શરીર અને શ્વાસ ઉપર જ મન કેન્દ્રિત કરવું..
- યોગાસનો કરતી વખતે શ્વાસ બહુ ઝડપી ન થઈ જવા જોઈએ. દરેક આસન કર્યા પછી થોડો આરામ મેળવવો જરૂરી છે. એટલે આસન કર્યા પછી બાદ શવાસન કરવું જરૂરી છે..
- યોગાસનો કર્યા પછી થાકનો અનુભવ ન થવો જોઈએ. ઉલટાનો તાજગી અને સ્ફૂર્તિનો અહેસાસ થવો જોઈએ. માટે જ આસનો સતત ન કરતાં ધીરે ધીરે, ધીરજપૂર્વક કરવા..
- બધા આસનોનું એક કાઉન્ટર પોશ્ચર આસન છે. જેમકે, સર્વાંગાસનનું કાઉન્ટર પોશ્ચર મત્સ્યાસન છે. દરેક આસન પછી તેનું કાઉન્ટર પોશ્ચ્રર આસન કરવું ખૂબ જરૂરી છે, નહીં તો શરીરને નુકશાન થવાનો સંભવ છે..
- આસનો કરતી વખતે ખૂબ ટાઈટ વસ્ત્રો ન પહેરવાં. લુઝ ફિટીંગના ટી-શર્ટ, ટેન્ક ટોપ્સ, લુઝ પેન્ટ્સ કે શોર્ટસ પહેરીને આસનો કરવાથી બ્રિધિંગ સરળતાથી થશે. .
- આસનો કરતી વખતે તમારી પોતાની અલાયદી રબર મેટ (યોગા મેટ) રાખવી. મેટને અઠવાડિયે એક વખત ધોઈ નાંખવી..
- જેમને કરોડરજ્જુની તકલીફ હોય, હાઈ બીપી, શ્વાસ કે હ્વદયની તકલીફ હોય તેમણે અમુક જ આસનો કરવા અને તે પણ યોગનિષ્ણાતની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ જ કરવા..
- યોગાસનો કરતી વખતે એરકંડિશનર અને શક્ય હોય તો પંખાનો ઉપયોગ પણ ન કરવો, કારણ કે તેનાથી શરીરની સમગ્ર સિસ્ટમ પર વિપરિત અસર થાય છે. એસીમાં બેસીને આસનો કરવાથી હાર્ટ રેટ વધે છે, બીપી પણ વધે છે, બ્લડ સર્ક્યુલેશનમાં તણાવ ઊભો થાય છે. ધમનીઓ અને શિરાઓ પૂરતી ફ્લેક્સિબલ નથી થઈ શકતી અને તમને થાક લાગે છે. માટે આસનો કુદરતી વાતાવરણમાં કરવા હિતાવહ છે.
યોગમાં નિરંતરતા અથવા તો સાતત્ય ખૂબ મહત્ત્વની બાબત છે. તમે જે કરો તેની નિરંતર પ્રેકટિસ કરવી જરૂરી છે. તેથી શરીર અને મન બન્ને તેના માટે રિસેપ્ટિવ બનશે અને યોગનો મેક્સિમમ લાભ મળશે.
આસનો કયા સમયે કરવા?
આસનો વહેલી સવારે કે સાંજે કરી શકાય. સવારે કરવાથી વધુ લાભ થાય છે, કારણ કે સવારે વિચારો ઓછા હોય છે, મન પ્રફુલ્લિત હોય છે અને આસનો કર્યા પછી આખો દિવસ તાજગીનો અહેસાસ રહે છે. સ્નાન કર્યા પછી આસનો કરવા એ વધુ સારું છે.
આસનો હંમેશા ખાલી પેટે કરવા. ખાધા પછી દોઢેક કલાકના સમય બાદ જ આસનો કરવા. આસનો કર્યા પછી કલાક સુધી ભોજન ન કરવું.
સ્ત્રોત ; નવગુજરાત સમય
- Log in to post comments