યોગ નો ઉદ્દેશ અને યોગાસન ના લાભ

વાચકમિત્રો, આધુનિક યુગમાં યોગ ખૂબ જ પ્રચલિત થયેલ છે અને માત્ર ભારતમાં જ નહીં, બલકે દુનિયાભરમાં યોગ શીખવતાં કલાસીસ ખૂલી ગયા છે. પરંતુ ખેદની વાત એ છે કે યોગ અંગેની વિવિધ ભ્રામક માન્યતાઓ વધુ પ્રચલિત થઈ છે. ૨૧ જૂનનો દિવસ એ વિશ્વ યોગ દિન તરીકે ઉજવાઈ રહ્યો છે એ નિમિત્તે આજે આપણે યોગ વિષે થોડી વિસ્તૃત ચર્ચા કરીએ અને તે અંગે સાચી માહિતી પ્રાપ્ત કરીએ.

ગાયનૅકોલૉજિક્લ સમસ્યાઓ અને યોગ

છોકરીઓ જ્યારે પ્યુબર્ટી એટલે કે કિશોરાવસ્થામાં પ્રવેશે છે ત્યારે તેમને માસિક ધર્મ ચાલુ થાય છે. કેટલીક વાર શરૂઆતના તબક્કામાં તેમને આ સંબંધિત કેટલીક તકલીફો ઉભી છાય છે. આવા સંજોગોમાં અમુક યોગોસનો, ક્રિયાઓ અને પ્રાણાયામ ખૂબ લાભદાયી નીવડે છે.
 

આકર્ણ ધનુરાસન

આકર્ણ ધનુરાસનને આર્ચર્સ પોઝ પણ કહે છે, ધનુષ્ય-બાણ પોઝ કહે છે. આ એવું આસન છે જે એક ધનુર્ધારી બાણ છોડવાની તૈયારીમાં છે તે મુદ્રા દર્શાવે છે. કર્ણ એટલે કાન. ‘આ’ એ પ્રીફિક્સ છે જેનો અર્થ છે એની નજીક.
 

યોગાસનો શીખતાં પહેલાં આટલું જાણી લો

યોગ અને યોગાસનોથી શારીરિક-માનસિક સ્વાસ્થ્ય સુધરે છે, પણ જો યોગાસનો ખોટી રીતે કરવામાં આવે તો શરીરને હાનિ પહોંચવાની પૂરી શક્યતા છે. માટે આસનો શીખતાં પહેલાં થોડી અગત્યની જાણકારી મેળવી લેવી ખૂબ જરૂરી છે.

સૌપ્રથમ તો એ યાદ રાખો કે આસનો કરતી વખતે સુખ એટલે કે કમ્ફર્ટનો અનુભવ થાય તે બહુ જરૂરી છે. આસનો શરીર પર બળપ્રયોગ કરીને નહીં, પણ મિનિમમ એફર્ટ સાથે કરવાના હોય છે. શરૂઆતમાં શરીર સ્ટીફ હોય છે, પણ આસનોની પ્રેકટિસ કરતાં કરતાં તેમાં ફ્લેક્સિબિલિટી આવે છે. એટલે શરૂઆતમાં શરીર જેટલું વળે તેટલું જ વાળવું. સ્નાયુઓ પર બહુ દબાણ ન આપવું.

સર્વાંગાસન

શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે તો સર્વાંગાસનને આસનોનો પ્રધાન કહેવામાં આવે છે. આપણા શરીરનાં બાહ્ય તેમ જ આંતરીક લગભગ બધાં જ અંગો પર આ આસનનો પ્રભાવ પડતો હોવાથી એને સર્વાંગાસન કહે છે. ગળા પાસે શરીરની એક બહુ જ અગત્યની ગ્રંથી થાઈરોઈડ આવેલી છે જે શરીરની તંદુરસ્તી જાળવવામાં મહત્ત્વની છે. સર્વાંગાસન યોગ્ય રીતે કરવામાં આવે તો તેનાથી થાઈરોઈડ ગ્રંથી પર સૌથી વધુ અસર થાય છે, આથી એ રીતે આ આસન શરીરનાં સર્વ અંગો પર અસર કરે છે, તેથી જ એને સર્વાંગાસન કહેવામાં આવે છે. થાઇરોઇડ ગ્રંથીના નીયમન માટે આ આસન આદર્શ ગણાય છે.

Subscribe to આસનો ના નામ