પુરુષોની સરખામણીએ સ્ત્રીઓને કેટલીક સારીરિક બીમારીઓનો સામનો વધુ કરવો પડતો હોય છે. આ સ્ત્રીજન્ય તકલીફો ન સહેવાય, ન કહેવાય એવી હોય છે. સ્ત્રીઓને થતી સામાન્ય વ્યાધિઓમાં અનિયમિત માસિક આવવાની વ્યાધિ ઘણી પરેશાનીરૂપ છે. આધુનિક જીવનશૈલીના ખાવા-પીવાનું, રહેવાનું, ચિંતા, વિહારને કારણે આધુનિક સ્ત્રીઓમાં આ પ્રકારના રોગ વધારે થાય છે. સામાન્ય આદિકાળમાં સ્ત્રીઓમાં આ પ્રકારની તકલીફ જીવનમાં ક્યારેક ને ક્યારેક પ્રભાવિત થાય છે. યોગથી આ પ્રકારની સમસ્યાઓનું સમાધાન આદરણીય સ્વરૂપની કરી શકાય છે, કારણ કે યોગ કેવળ શારીરિક નહીં પરંતુ મનોભાવનાત્મક સ્તર સુધી પ્રભાવદાર છે. એની કોઈ સાઈડ ઈફેક્ટ (વિપરીત અસર) થતી નથી.
માસિક ચક્રના સમય વખતે પગને ઉપર ઊઠાવવાવાળા આસન જેવા કે શીર્ષાસન, સર્વાંગાસન, હલાસન, વિપરીતકરણી આસન, વગેરે કરવાં જોઈએ નહીં તેમજ માસિક ચક્રમાં જ્યારે વધારે ગડબડ હોય ત્યારે પણ ન કરવા જોઈએ. ક્યારેક દુ:ખાવાની સાથે લોહીનો સ્રાવ વધી જાય ત્યારે દુ:ખાવો ઓછો થઈ જાય છે અને ગર્ભાશય સંકોચાવાથી લોહીનો સ્રાવ વધી જાય છે. આવા સમયમાં મૂલબંધનો અભ્યાસ ખૂબ જ લાભદાયક હોય છે. એ સાથે એવી પણ કેટલીક સાવધાની રાખવી જોઈએ કે જ્યારે ચક્કર આવે, બેહોશી લાગે ત્યારે અભ્યાસ બંધ કરી દેવો. નાસિક ચક્રના રોગ સંબંધિત પહેલા દિવસે મૂલબંધનો અભ્યાસ ના કરવો જોઈએ બીજા અને ત્રીજા દિવસે કરવો જોઈએ.
યૌગિક ઉપચાર
આસન : સૂર્યનમસ્કાર, ચક્કી ચાલન, નૌકા સંચાલન, વજ્રાસન, સુક્તજ્રાસન, સમુહ કે આસન, ઉષ્ટ્રાસન, મારજારી આસન, વ્યાગ્રાસન, શશાંકાસન, શલ્ભાસન, કદરાસન, ધનુરાસન, ગ્રીવાસન, શશાંક ભુજંગાસન, પશ્ચિમોત્તાસન, મત્સ્યાસન, અર્ધ મત્યેન્દ્રાસન, તાડાસન, પાદહસ્તાસન
પ્રાણાયામઃ નાડીશોધન, ઉજ્જયી પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ કરવા. ઉપરાંત નાડીશોધની સાથે મૂલબંધ અને જલંધરબંધનો અભ્યાસ પણ કરી શકાય, ભસ્ત્રિકા પ્રાણાયામ પણ કરાય.
મુદ્રા અને બંધ : વિપરીત કરણી બંધ, પાસાનિમુદ્રા, યોગમુદ્રા, અશ્વિની મુદ્રા કરી શકાય. ઉપરાંત માસિક ધર્મના પહેલાં તણાવ ઓછો કરવા માટે મહામુદ્રા અને મહાભેદ મુદ્રા કરવી.
ષટકર્મ : જલનેતિ
ધ્યાનમાં રાખવાની બાબત :
સિદ્ધયોની આસનમાં બેસીને અજપાજપ, અંતરમૌન, ચિતાકાસ ધારણા કરવી. શશાંક ભૂજંગાસન આ તકલીફમાં સારું પરિણામ આપી શકે છે. ઘૂંટણ પર ઊભા રહેવું. બંને પગના અંગૂઠાને સાથે મિલાવીને રાખવા. એડી ને અલગ રાખવી પછી બંને એડીની વચ્ચે ખાલી જગ્યાના સ્થાનમાં નિતંબને રાખીને વજ્રાસનમાં બેસી જવું શ્વાસ લેતાં લેતાં બંને હાથ ને ઉપર ઊઠાવવા અને પછી શ્વાસને છોડતાં છોડતાં બંને હાથને અને માથાને જમીન પર લગાવવા. આ શશાંકાસન થયું તેના પછી હાથને આગળની બાજુ ખસેડતા, નાક અને છાતી ને જમીન પર સ્પર્શ કરતાં - કરતાં આગળ જવું. હાથ ને ખભાની બાજુમા રાખી આગળથી ઉપર ઊઠી જવું. આ ભૂજંગાસન થયું પછી જેવી રીતે આગળ આવ્યા હતા તેવી જ રીતે ખસીને શશાંક ભૂજંગાસનના પાછળ જવું. આ શશાંક ભૂજંગાસનનું એક ચક્ર થયું આવી રીતે ૬ ચક્ર પૂરાં કરવાં. આગળ આવો ત્યારે શ્વાસ લેવો અને પાછળ જાવ ત્યારે શ્વાસને છોડવો.
Tags
- Log in to post comments