આકર્ણ ધનુરાસન

આકર્ણ ધનુરાસનને આર્ચર્સ પોઝ પણ કહે છે, ધનુષ્ય-બાણ પોઝ કહે છે. આ એવું આસન છે જે એક ધનુર્ધારી બાણ છોડવાની તૈયારીમાં છે તે મુદ્રા દર્શાવે છે. કર્ણ એટલે કાન. ‘આ’ એ પ્રીફિક્સ છે જેનો અર્થ છે એની નજીક.
 

રીત:

  • જમીન પર બેસો, બંને પગને સામેની તરફ તાણો. હાથ બાજુએ રાખો, પંજા જમીનને અડે તેમ રાખો. આંગળીઓ સામેની તરફ ચીંધે તેમ ભેગી રાખો.
  • હવે ડાબા પગનો અંગૂઠો જમણા હાથના અંગૂઠા અને પહેલી આંગળીથી પકડો. એ જ રીતે ડાબા હાથે જમણા પગનો અંગૂઠો પકડવો.
  • જમણો પગ ડાબા હાથ વડે જમણા કાનને પગનો અંગૂઠો અડે ત્યાં સુધી ખેંચો.
  • થોડીક સેકંડો પછી અસલ સ્થિતિમાં પાછા આવો.
  • દંડાસનમાં વિરામ કરો.

નોંધઃ બ્રહ્માનંદના મતે, આ ખેંચેલ ધનુષ્યનું આકર્ણધનુરાસન છે.

 

યાદ રાખોઃ

  • આ આસનની પ્રેક્ટિસ કરતી વખતે પગના અંગૂઠા પકડવા માટે આગળની તરફ ઝૂકવું.
  • તમારા પગ કંફર્ટેબલ રાખો. જ્યારે જમણો પગ કાન સુધી ખેંચો ત્યારે ઢીંચણ પાસે થોડી વાર રાખી શકાય.

 

લાભ:

  • પીઠ અને લંબરના ભાગનો દુખાવો મટાડવા આ એક સારું પોશ્ચર છે.
  • એ સાથળના સાંધા અને ખભાની ઇલાસ્ટિસીટી વધારે છે.
  • આર્થ્રાઇટિસ અને રૂમેટિક સ્થિતિમાં પણ એ બહુ ઉપયોગી છે.
  • કમર અને સાથળના મસલને કસરત થાય છે.
  • હીપ જોઇંટ્સના માઇનર ડીફોર્મિટિઝ એડજસ્ટ થઈ જાય છે.
  • રિપ્રોડક્ટિવ સિસ્ટમ માટે એ લાભદાયી છે.

 

સાવચેતી:

  • પ્રેક્ટિસ કરતાં ધ્યાન રાખો કે મસલ ઓવરસ્ટ્રેચ ન થાય.
  • ફાઇનલ પોશ્ચર ત્યારે થાય છે જ્યારે પગનો અંગૂઠો કાનને સ્પર્શે. માથું ઝૂકાવશો નહીં. અંગૂઠાને માથું અડે તેવો પ્રયાસ કરો.

 

ટીચર્સ ટિપ્સઃ

ડાહ્યો માણસ એ છે કે જે સુખ અને દુઃખ બંને માણે. જ્યારે આપણું આત્મન શુદ્ધ હોય ત્યારે શક્ય બને. આ આત્મન એ ‘સરળતાથી જોઈ શકાતું’ નથી. એ દૂરદર્શન છે. એ ‘અનુપ્રવિષ્ટમ્’ છે. એને આપણે અંદર ઊંડાણમાં અનુભવીએ છીએ  અને આ આત્મન્ સુધી શ્વાસ દ્વારા પહોંચાય છે.

આસન, પ્રાણાયામ જે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ તે આપણને આપણા શ્વાસ પર ફોકસ કરવામાં અને આપણા શ્વાસના સેતુની મદદથી આત્મન સુધી પહોંચવામાં મદદ કરે છે. આપણે ઇશ્વરને જોઈ શકતા નથી કેમ કે ઇશ્વર આપણી અંદર કવર થયેલ છે. એ ઇશ્વરની અનુભૂતિ કરવા માટે શ્વાસ એ સૌથી સરળ અને સૌથી વેગીલો રસ્તો છે. જેટલો શ્વાસ પર કાબૂ ધરાવતા હશો, તેટલું ઇશ્વરની નજીક જઈ શકશો.

જો રોજ પ્રાણાયામની પ્રેક્ટિસ કરતા હોવ, તો ચોક્કસપણે થોડાં વર્ષો કે થોડાંક મહિનાઓમાં તમે શ્વાસનો લય સરસ રીતે પામશો. આ પૉઝ ધીમે ધીમે વધે છે અને તમને તમારી અંદરના ડિવાઇન સુધી પહોંચવામાં મદદ કરે છે.

આ એક દિવ્ય અનુભૂતિ છે કે થોડીક નેનો સેકંડ્ઝ પૂરતી પણ અંદર દિવ્યતા અનુભવશો. આ ખરેખર યોગ છે કે જ્યારે તમે ફીલ કરો કે યોગ જ કેવળ એ પદ્ધતિ છે જે તમને તમારા શ્વાસરૂપી વાહન દ્વારા ઇશ્વરની નજીક લઈ જાય છે.