આસન: હેતુ અને લાભ

આસનઃ કોઈ પણ એવી મુદ્રા જેમાં તમે આરામથી બેસી શકો, તે આસન કહેવાય.

આસનમાં બે એટિટ્યૂડ હોય છેઃ

  1. ફિઝિકલ-શારીરિક-એટિટ્યૂડ
  2. મેન્ટલ-માનસિક –એટિટ્યૂડ

ફિઝિકલ એટિટ્યૂડઃ વિવિધ સ્પેસીઝ જેમ કે પ્રાણીઓ, વૃક્ષો, પક્ષીઓના અંશ-સબસ્ટ્રેટ ધરાવતા આસનોને ફિઝિકલ એટિટ્યૂડ કહે છે જેમ કે પદ્માસન-લોટસ પોશ્ચર.

મેન્ટલ એટિટ્યૂડઃ એ માનસિક સ્થિતિને  અનુલક્ષીને છે. જેમ કે જો તમે પદ્માસન કરો છો તો એ આપણને જગતમાં કમળની માફક જીવવાનું જણાવે છે.

 

ભુજંગાસન

 ભુજંગ એટલે સાપ. આ આસનમાં શરીરનો આકાર સર્પ જેવો થતો હોવાથી તેને ભુજંગાસન કહેવામાં આવે છે. આ ઉપરાંત આ આસનને સર્પાસન પણ કહે છે.

મૂળ સ્થિતિ : પેટ પર તણાવમુક્ત સ્થિતિમાં એટલે કે ઊંધા સૂઈ જવું.

આકર્ણ ધનુરાસન

આકર્ણ ધનુરાસનને આર્ચર્સ પોઝ પણ કહે છે, ધનુષ્ય-બાણ પોઝ કહે છે. આ એવું આસન છે જે એક ધનુર્ધારી બાણ છોડવાની તૈયારીમાં છે તે મુદ્રા દર્શાવે છે. કર્ણ એટલે કાન. ‘આ’ એ પ્રીફિક્સ છે જેનો અર્થ છે એની નજીક.
 

સર્વાંગાસન

શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે તો સર્વાંગાસનને આસનોનો પ્રધાન કહેવામાં આવે છે. આપણા શરીરનાં બાહ્ય તેમ જ આંતરીક લગભગ બધાં જ અંગો પર આ આસનનો પ્રભાવ પડતો હોવાથી એને સર્વાંગાસન કહે છે. ગળા પાસે શરીરની એક બહુ જ અગત્યની ગ્રંથી થાઈરોઈડ આવેલી છે જે શરીરની તંદુરસ્તી જાળવવામાં મહત્ત્વની છે. સર્વાંગાસન યોગ્ય રીતે કરવામાં આવે તો તેનાથી થાઈરોઈડ ગ્રંથી પર સૌથી વધુ અસર થાય છે, આથી એ રીતે આ આસન શરીરનાં સર્વ અંગો પર અસર કરે છે, તેથી જ એને સર્વાંગાસન કહેવામાં આવે છે. થાઇરોઇડ ગ્રંથીના નીયમન માટે આ આસન આદર્શ ગણાય છે.

Subscribe to આસન