કાષ્ઠ તક્ષણાસન

કાષ્ઠ એટલે લાકડું અને તક્ષણ એટલે ચોપ કરવું. આ આસનનું અંગ્રેજી નામ છે ચોપિંગ વુડ પોઝ.
 

રીત:

  1. સ્ક્વોટિંગ પોઝિશનની કલ્પના કરો.
  2. પગનાં તળિયા જમીન પર સપાટ રાખો, ઢીંચણ પૂરેપૂરા વાળેલા અને અલગ રાખો. શરૂઆત કરનારાઓ જરૂર લાગે તો ભીંતનો ટેકો લઈને આ કસરત કરી શકે છે જેમાં પીઠ દીવાલને અડાડીને રાખે. જો કે બને એટલો ઓછો સમય ટેકો લેવો.
  3. બંને હાથ સાથે ભીડાવો.
  4. શરીર સામે હાથ સીધા રાખો.
  5. તે પછી જ્યારે શ્વાસ લો તો સીધા હાથ શક્ય એટલા માથાથી ઉપર ઊંચા કરો.
  6. આ થયો પહેલો રાઉન્ડ. શક્ય થાય તેટલી, 10 થી 20 રાઉન્ડ થઈ શકે તો તેટલી પ્રેક્ટિસ કરો.
  7. આ મુદ્રા માટે બહુ દબાણ કરવાની જરૂર નથી. આ એવી મુદ્રા છે જે થોડાક લોકો રોજના જીવનમાં ઉપયોગમાં લે છે.

 

લાભઃ

  1. એ સ્પાઇનને લૂઝ કરવામાં મદદ કરે છે અને એ રીતે એની સાથે જોડાયેલ સ્પાઇનલ નર્વ્ઝને ટોન કરે છે.
  2. એ શરીરનાં પાચનતંત્ર, ઉત્સર્જન અને પ્રજનન સાથે સંકળાયેલાં નીચલાં અંગોને (ઓર્ગન્સ) મસાજ કરે છે.
  3. એ પગને ઢીલા કરે છે અને શરીરને નોર્મલ કામકાજ માટે, ખાસ કરીને ઊંઘ લીધા પછીના કામકાજ માટે તૈયાર કરે છે.
  4. જે મહિલાઓને જાતીય તકલીફો હોય જેમ કે લ્યુકોરિયા, એમણે આ આસન નિયમિત ધોરણે કરવું જોઈએ.
  5. 5 બીજા આસનો સાથે જોડીને આ આસન કરવાથી બીમારી દૂર કરવામાં બહુ ઉપયોગી બને છે.

 

ટીચર્સ ટીપ્સઃ

તમારા કુટુંબમાં જો કોઈ એક વ્યક્તિ પણ સ્પિરિચ્યુઅલ હશે તો એનો લાભ આખાય કુટુંબને થાય છે. જો એક જ વ્યક્તિ ઇશ્વરથી નજીક હશે તો પણ તમને તમારી જિંદગીમાં ફેરફાર જોવા મળશે. તે વ્યક્તિથી તેના પૂર્વજો પણ સુખી થાય છે અને તેમને પણ લાભ મળે છે. શાસ્ત્રો કહે છે કે જ્યારે એક વ્યક્તિ પ્રબુદ્ધ બને છે તો તેની આગલી સાત પેઢીઓ અને પછીની સાત પેઢીઓને એમની જિંદગીમાં લાભ મળે છે અને એટલે જ ક્યારેક વ્યક્તિગત પહેલ તરીકે સ્પિરિચ્યુઅલ શિસ્ત જોવા મળે છે. એ અગત્યનું નથી કે જો તમે આધ્યાત્મિક હોવ તો તમારે બીજાનું ભલું કરવું અને સામાજિક કાર્ય કરવું. હું જ્યારે મારા રૂમમાં ધ્યાન માટે બેસું છું અથવા પ્રાર્થના કરું છું ત્યારે એવું લાગે કે જાણે તે કેવળ મને જ લાભ કરશે, પણ એવું નથી હોતું. આપણી આસપાસના લોકોને તો ખુશી મળે છે જ, જેઓ આપણા પોતાના છે તેમને તો અણધાર્યો લાભ મળે છે. સ્વામી બ્રહ્માનંદ કહે છે કે જો તમારા ઘરમાં કેવળ એક માણસ પ્રાર્થના કરે છે અથવા ધ્યાન કરે છે અને જો તમારું આખુંય કુટુંબ અથવા નજીકના મિત્રો પ્રાર્થના ન કરતા હોય કે સ્પિરિચ્યુઅલ નથી તો પણ તમે કેવળ તમારી જાતને જ નહીં, બીજાને પણ લાભ કરો છો. સ્પિરિચ્યુઆલિટીની અસર તેમને બદલશે, તેમને પ્રોત્સાહન આપશે.