ગર્ભપિંડાસન

પિંડ એટલે અંગ્રેજીમાં ફીટસ-ભ્રૂણ. આ આસનમાં શરીરનો આકાર ગર્ભમાં રહેલ ભ્રૂણ જેવો દેખાય છે એટલે તે શબ્દશઃ ગર્ભમાં રહેલ ભ્રૂણની મુદ્રા કહેવાય છે.
આ આસન જે લોકો પદ્માસનમાં બેસે છે અને પાતળા પગ તથા હાથ છે તેઓ સરળતાથી કરી શકે છે.
 

રીત:

  • પદ્માસનમાં બેસો.
  • ધીમેથી બે હાથને બે પગની પિંડીઓ(કાફ) અને સાથળ વચ્ચેથી કાઢો.
  • આ ક્રિયા જો હાથ અને પગ સહેજ ભીના હશે અથવા તેલ લગાવેલ હશે તો સરળતાથી થઈ શકશે.
  • પિંડીની અંદર કોણીથી વાળી શકાય ત્યાં સુધી હાથ સેરવો.
  • હાથ ઉપરની તરફ જોડો અને પગ ઊંચા કરો.
  • હાથ માથા પાછળ અથવા તે તરફ મૂકો.
  • તે સાથે જ શરીરનું સંતુલન પણ સાચવો જેથી સ્પાઇનનો નીચલો ભાગ જમીન પર રહી શકે.
  • આ ફાઇનલ પોઝ છે.
  • જો તમે ઇચ્છો તો તમે આ પોઝમાં આંખો બંધ કરીને થોડી મિનિટો રહી શકો છો.
  • જ્યારે પાછા આવવું હોય તો તમારા હાથ બહાર કાઢી લો અને પાછા આવો.

 

હાથ કાફ પાછળ સેરવવાની સરળ પદ્ધતિઃ

પાતળા અને ફ્લેક્સિબલ પગવાળા લોકો માટે ક્યારેક આ રીતે હાથ વાળેલા કાફ પાછળ લેવાની ક્રિયા અઘરી પડતી હોય છે.

એક સરળ પદ્ધતિ નીચે મુજબ છેઃ

  • પગ શરીરની સામે રહે એમ સીધા રાખીને બેસો.
  • એક પગ એ રીતે વાળો જેથી બીજા પગના સાથળ પર રહે.
  • જમણો હાથ જમણા સાથળઅને પિંડી વચ્ચેથી કાઢો. જે આ તબક્કે સરખામણીમાં સહેલું લાગશે.
  • કોણી એ રીતે મૂકો જેથી વાળેલા પગના ઢીંચણની પાછળ આવે.
  • તે પછી સંભાળીને બીજો પગ વાળો અને એ રીતે એડજસ્ટ કરો જેથી એ વાળેલા હાથની પાછળ સામેના સાથળ પર ટેકવી શકાય.
  • છેલ્લે બીજો હાથ પિંડી અને સાથળ વચ્ચે સેરવો.

 

શ્વસન અને સાવધાનીઃ

આખીય પ્રક્રિયા દરમિયાન શ્વાસ સામાન્ય રીતે રાખવો. અંતિમ મુદ્રા કરવા પર અને સંતુલન જાળવવા પર ધ્યાન આપવું.

 

લાભઃ

  • એ સંતુલનની સેન્સ અને શરીરમાં ગ્રેસ ડેવલપ કરે છે.
  • પગ ઢીલા કરે છે.
  • એ કીડની, લિવર અને સ્પ્લિન પર ઘણું પ્રેશર આપે છે જેથી સારું ક્લિન્સિંગ થાય છે.
  • એ સારું હીપ ઓપનર છે.
  • જો તમે ગર્ભપિંડાસનમાં રોલ અરાઉન્ડ કરી શકો તો એનાથી ટોક્સિન્સ અને વેસ્ટ સરળતાથી ફ્લશ થઈ શકવામાં મદદ મળે છે.

 

ટીચર્સ ટિપ્સઃ

તમામ આસનોમાં એક છૂપી વાત રહેલી છે જે તમે પ્રેક્ટિસ કરો ત્યારે સમજાય છે અને જે તે પોશ્ચર સાથે કનેક્ટ થાય છે. આસન પ્રેક્ટિસથી જ પરફેક્ટ થઈ શકે છે. ચોક્કસ તબક્કે એ સ્પિરિચ્યુઅલ બને છે અને આપણને શીખવે છે જે આપણે માટે જીવનમાં આગળ ગાઇડ બની રહે છે.

જ્યારે હું ગર્ભપિંડાસનની પ્રેક્ટિસ કરું છું તો મારી જાતને મારી માતાના ગર્ભાશયમાં હોવાની કલ્પના કરું છું. હું મારી આંખો બંધ કરીને મારી જાતને પૂછું છું: મારો જન્મ આ પૃથ્વી પર શા માટે થયો છે ? શા માટે મારો જન્મ મારી માતાની કૂખે થયો ? શા માટે મારો જન્મ ભારતમાં થયો ? કેટલાય આવા બીજા  પ્રશ્નો હું મારી પ્રેક્ટિસ દરમિયાન પૂછું છું. ક્યારેક એના જવાબો તરત મળે છે અને ક્યારેક દિવસો તો ક્યારેક મહિનાઓ પણ લાગે છે, પણ જવાબો મળે છે ખરા.

રોજની જિંદગીમાં આપણે કેટલી ય બાબતો સાથે જેમ કે કુટુંબ, ઘર, બાળકો, સાસરિયાં, પૈસા અને બીજી કેટલીય ચીજો સાથે પનારો પડે છે. પણ મારી સવારની 2 કલાકની પ્રેક્ટિસ મને આ બધાં સાથે કામ કરવાની, મારે બાકીના 22 કલાક માટે જરૂરી તાકાત, શાણપણ, હિંમત, સમાધાન પૂરાં પાડે છે જે જિંદગીના સામના માટે જરૂરી છે. એ જાદુઈ રીતે મારા મન અને શરીર તથા આત્માનું દરરોજનું ચાર્જિંગ છે. યોગ એ મારી આંતરિક શક્તિ છે જે હું મારા કુટુંબ અને બહારની દુનિયા સાથે વ્યવહાર દરમિયાન અનુભવું છું. જ્યારે તમે યોગ કરશો ત્યારે એ અનુભવશો. યાંત્રિક રીતે યોગ ન કરતા.