કૂર્મ એટલે કાચબો. આ આસનની મુદ્રા કાચબા જેવી છે એટલે તેને કૂર્માસન કહે છે. કાચબો સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુનો અવતાર ગણાય છે. સમુદ્રમંથન વખતે વિષ્ણુ ભગવાને મહાકાય કાચબાનું રૂપ લીધું હતું અને બ્રહ્માંડના તળિયાનું વિભાજન કરેલ.
આ આસન ત્રણ તબક્કે થાય છે. છેલ્લા તબક્કામાં કાચબા જેવી મુદ્રા બને છે, જેમાં હાથ અને પગ અને માથું ઢાલ હેઠળ ઢંકાઈ ગયું હોય અને એટલે એને સુપ્ત કૂર્માસન-સૂતેલો કાચબો કહે છે.
રીત
- જમીન પર સીધા ખેંચેલા પગ રાખીને જમીન પર બેસો.
- બંને પગ વચ્ચે લગભગ અઢી ફૂટનું અંતર રહે તેમ રાખો.
- ઢીંચણ વાળો અને તેમને પગ ધડ તરફ જાય તેમ ઊંચકો.
- ઉચ્છવાસ કાઢો, ધડને આગળની તરફ વાળો અને હાથ એક પછી એક ઢીંચણ નીચે સરકાવો. આર્મ્સ ઢીંચણની નીચે જાય તેમ ધકેલો અને બહારની તરફ ખેંચો. શ્વાસ નોર્મલ રહે તે જોવું.
- દરેક ઉચ્છવાસ સાથે ધડને હજુ વધુ ખેંચવા પ્રયાસ કરો. ગરદનને હજુ લાંબી કરો અને કપાળ, તે પછી ચીન એટલે કે હડપચી અને છેલ્લે છાતી જમીનને અડે તેમ રાખો.
- ધીમે ધીમે હડપચી અને છાતી જમીન પર ટેકવાય ત્યાં સુધી સ્ટ્રેચ ઇન્ટેન્સીફાય કરો.
- રહેવાય તેટલીવાર નોર્મલ શ્વાસ સાથે આસન ધારણ કરી રાખો.
- જ્યારે પાછા આવવું હોય ત્યારે ધીમે રહીને ઢીંચણ વાળો. હાથ બહાર કાઢી લો અને થોડી સેકંડ માટે રેસ્ટ લો.
લાભ
- મન શાંત અને સ્વસ્થ બને છે અને આખું શરીર રીલેક્સ થયું હોય એમ અનુભવો છો.
- સ્ટ્રેસ અને એન્ઝાયટીમાંથી મુક્તિ અનુભવો છો. ભય, દુખાવો અને ગુસ્સો ધીમે ધીમે મગજ તથા શરીરમાંથી જતા રહેશે.
- એ મગજની નસોને શાંત કરે છે અને આસન પછી તમે ગાઢ ઊંઘમાંથી જાગ્યા હોવ તેવી તાજગી લાગે છે.
- તમામ સેન્સીસ જે બહાર જાય છે તે આરામ પામે છે અને ટ્રાન્કવીલિટીનો અનુભવ થાય છે.
- એનાથી સ્પાઈન ટોન અને મજબૂત થાય છે, પેટના અંગો સક્રિય થાય છે અને તમને એનર્જેટિક અને હેલ્ધી રાખે છે.
શી સાવચેતી રાખશો?
- આસનમાં ઝડપ ન કરશો. તમારા શરીરને એડજસ્ટ થવા થોડો સમય આપજો.
- જો તમારા હાથ પગની અંદર ના જઈ શકે તો ફોર્સ ના કરતા, શ્વસન સાથે ધીમે ધીમે જશે.
- જો ઢીંચણને કોઈ ઈજા થઇ હોય, કે સ્પાઈનને ઈજા થઇ હોય કે ગરદનમાં દુખાવો હોય તો જાત પર દબાણ કરશો નહી.
- આસન એકલા જાતે કરવા કરતાં કોઈ પ્રેક્ટીસિંગ યોગશિક્ષકની હાજરીમાં કરવું હિતાવહ છે.
ટીચર્સ ટીપ્સ
કૂર્માસન એક સ્ટ્રોંગ આસન છે કેમકે પ્રેક્ટીસ દરમિયાન આપણે ઘણી બધી બાબતો શીખીએ છીએ. આપણે કૂર્મ એટલે કે કાચબા જેવું વ્યક્તિત્વ વિકસાવવું જોઈએ. જે કોચલામાં હોય તો કશું જ ખલેલ પહોંચાડી શકતું નથી. કૂર્માસનમાં અંદરની તરફ ધ્યાન વાળવાનું હોવાથી તમે કશું પણ અથવા કોણ તમને ઓબ્લાઇજ કરી રહ્યું છે તે જોઈ શકતા નથી. .
જ્યારે હું કૂર્માસનની પ્રેક્ટીસ કરું છું, ત્યારે આખરી મુદ્રામાં મારી આંખો બંધ કરી જાતને પૂછું છું કે મુદ્રામાં અને જીવનમાં ફ્લેક્સીબીલીટી ડેવલપ કરવાની ધીરજ છે? આ આસનમાં મારી આત્મિક શાંતિ કેવી હું કેવી રીતે મેળવી શકીશ? શ્રીમદ ભગવદ ગીતા કહે છે કે:.કાચબો જેમ અંગોને સંકેલે, તેમ જે વિષયો થકી, સંકેલે ઇન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઇ સ્થિર. એમ આપણે પણ આપણી ઇન્દ્રિયોને ભૌતિક જગતના, બાહ્ય પદાર્થોથી ખેંચી લેવી રહી અને જીવનમાં સ્થિર બનવું જોઈએ..