પદ્માસન

પદમાસન, પગને વાળી બેસીને કરવામાં આવતા યોગાસનની સ્થિતી  છે, જે મનને શાંત કરીને તેમજ વિવિધ  શારીરિક માંદગીઓના દુ:ખને દૂર કરીને  ધ્યાન કરવામાં મદદ કરે છે. આ આસન નિયમિત કરવાથી કરનારને કમળ ની જેમ  ખીલવામાં મદદ કરે છે. તેથી જ તેનું નામ પદ્માસન છે .

 
પદ્માસન કેવી રીતે કરશો
કરોડરજ્જુને  સીધી રાખીને જમીન પર, શેત્રંજી પાથરીને  બેસો અને તમારા પગ  સીધા રાખો.
જમણાપગનો ઘુંટણ વાળીને, ડાબી જાંઘ પર મુકો, ખાતરી કરો કે આંગળીઓ અને  અંગુઠાનો ભાગ ઉપર તરફ રહે અને ઍડી પેઢાની નજીક રહે.
આ જ રીતે, ડાબા પગનો ઘુંટણ વાળીને જમણી  જાંઘ પર મુકો.
આ રીતે બંને પગ વાળીને, પગના પંજાને એકબીજાની વિરુધ્ધ  જાંઘ પર મુકો. ત્યારબાદ બંને હાથ ને હથેળી    ખુલ્લી આકાશ તરફ રહે તે રીતે  ઘુંટણ પર રાખો.
માથું સીધુ રાખો અને કરોડરજ્જુને ટટ્ટાર રાખો.
આ  સ્થિતીમાં  હળવેથી ઉંડા શ્વાસ લો અને છોડો.
 
પદ્માસનની મુદ્રાઓ
જ્યારે મુદ્રા સાથે  પદ્માસન કરવામાં આવે છે ત્યારે તે શરીરમાં શક્તિના પ્રવાહને જાગ્રુત  કરે છે, જેની આશ્ચર્યજનક  અસર જોવા મળે  છે. દરેક મુદ્રા, ઍકબીજાથી અલગ છે, અને તેના લાભ પણ. જ્યારે પદ્માસનમાં બેસો છૉ ત્યારે ચિનમુદ્રા, ચિન્મયમુદ્રા, આદિ-મુદ્રા અથવા બ્રહ્મમુદ્રાના ઉપયોગ કરીને તમારા ધ્યાનને વધુ ગાઢ બનાવી શકો છે કોઈ પણ મુદ્રામાં બેસીને થોડી મીનીટો  ઉંડા શ્વાસ લો અને શરીરમાં વહેતા શક્તિના પ્રવાહનું  અવલોકન  કરો .

પદ્માસન ( નવા લોકો માટે )
જો તમને બંને પગ વાળીને પદ્માસનમાં બેસવામાં મુશ્કેલી પડતી  હોય તો તમે માત્ર ઍક પગને વિરુધ્ધ જાંઘ પર મૂકીને અર્ધ પદ્માસનમાં  પણ બેસી શકો છો. તમે પદમાસનમાં આરામથી બેસી ન શકો, ત્યાં  સુધી આ રીતે અર્ધ પદ્માસન કરવાનું ચાલુ રાખો.

 
પદ્માસનના લાભો
પાચન ક્રિયામાં સુધારો કરે છે
મનને શાંત કરે છે
ગર્ભવતી સ્ત્રીઑને  પ્રસવ દરમિયાન મદદ કરે છે
માસીકની પ્રતિકુળતા દૂર કરે છે
પદ્માસન કરવા માટે સાવચેતી
પગના પંજા  કે  ઘુંટણમાં ઈજા  થઇ હોય ત્યારે અનુભવી શિક્ષકની દેખરેખમાં  જ પદ્માસન કરવું.