અધોમુખ વૃક્ષાસન

અધોમુખ એટલે નીચું મોઢું હોવું. વૃક્ષ એટલે ઝાડ. આખી ય મુદ્રા આખાય હાથના સંતુલનના આધારે છે.

  • શરૂઆતમાં દીવાલનો સહારો લેવો અને તે પછી આસનની પ્રેક્ટિસ કરવી.
  • જો કોઈ સહારા વિના પ્રેક્ટિસ કરતા હોવ તો આજુબાજુની સલામતી ચકાસી લેવી જેથી કદાચ પડો તો પણ વાગે નહીં.

 

રીત:

  • અધોમુખ શ્વાનાસન કરવું. અધોમુખ શ્વાનાસનમાં ધીમે ધીમે આગળ હાથ તરફ આવો.
  • તમારા બાહુઓ (આર્મ્સ)નું સારું બેલેન્સ ફીલ કરો અને જો કરી શકતા હોવ તો ઉડ્ડીયન બંધ કરો.
  • એક જ બિંદુ પર એકાગ્ર થઈને એક પછી એક પગ ઊંચકો.
  • કોઈ એક બિંદુ પર ફોકસ છે એ ખાત્રી કરી લીધા પછી બેલેન્સ સારું અને સ્ટેબલ થશે.
  • શ્વાસ નોર્મલ અને સ્મૂધ લેવાનું રાખો.
  • જ્યારે પાછા આવવા ઇચ્છો ત્યારે સારા બેલેન્સ સાથે ધીમે રહીને એક પછી એક પગ નીચે ઊતારીને પાછા આવો.
  • શવાસનમાં વિરામ લો.

 

લાભઃ

  • આ આસન આખાય શરીરની પૂરેપૂરી તાકાત વિકસાવે છે.
  • ખભા, આર્મ્સ અને કાંડાની તાકાત છાતીને પૂરેપૂરી એક્સ્પાન્ડ કરે છે.
  • લોહીનો પ્રવાહ માથા તરફ આવે છે જેથી તાજું લોહી અને ઓક્સિજન સેન્ટ્રલ નર્વ્ઝ સિસ્ટમને પહોંચે છે.

 

શી સાવચેતી રાખવી ?

  • શરૂઆતમાં  દીવાલનો સહારો લેવો અને તે પછી આસનની પ્રેક્ટિસ કરવી.
  • પ્રેક્ટિસિંગ યોગશિક્ષકની હાજરીમાં તમે સહારા વિના પણ એકલા કરી શકશો.
  • જો કોઈ સહારા વિના પ્રેક્ટિસ કરતા હોવ તો આજુબાજુની સલામતી ચકાસી લેવી જેથી કદાચ પડો તો પણ વાગે નહીં.

 

ટીચર્સ ટિપ્સઃ

  • ઘણી બધી પ્રેક્ટિસ અને ઘણી ધીરજ પછી ફુલ આર્મ બેલેન્સ આવે છે. જ્યારે બેલેન્સ કરવાનું હોય ત્યારે દૃષ્ટિ અગત્યની છે.
  • થોડીવાર તમે હાથ પર ઊભા રહો છો અને પગ હવામાં હોય છે.
  • હાથ પર ઊભા રહેવાને કારણે મગજની સ્થિતિમાં સ્પષ્ટ થાય છે, બેલેન્સ આવે છે અને ધરતીમાતા સાથે જોડાયેલા હોવાની લાગણી જાગે છે. પંજા જમીન પર વિરામ લેતા હોઈને એનર્જી અને પ્રેમ અનુભવશો. જો ત્યારે આંખો બંધ કરી શકો તો એવું લાગશે કે જાણે ધરતીમાતા તમને અત્યંત સ્નેહ અને વાત્સલ્યથી ભેટી રહી છે. એનો સ્નેહ, હૂંફ અનુભવો અને થોડી વાર કમ્ફર્ટ ફીલ કરો. એવું લાગે છે કે જાણે ધરતીમાતા કહે છે કે મારા બાળ, મારા અંશ, જ્યારે મૃત્યુ પામશો ત્યારે મારા ખોળામાં પાછા આવશો ત્યાં સુધી તમારી જિંદગી સચ્ચાઈથી, શાંતિથી અને આનંદથી જીવી લો.