યોગ અને શાકાહારીતા

શાકાહારીતા એ વિવાદાસ્પદ વિષય છે. શાકાહારિતાની સામાન્ય રીતે ઇમોશનલી ચર્ચા થાય છે અને નૈતિક પાસા પર ઘણો જ ભાર મૂકવામાં આવે છે. માંસને અકુદરતી આહાર માનવામાં આવે છે. નોનવેજિટેરિયન-માંસાહારી એક્સ્ટ્રિમિસ્ટ્સ એવો આગ્રહ રાખે છે કે મીટ એ માણસના આહારનો જરૂરી ભાગ છે કેમ કે શરીરને પ્રોટીન મળી રહે તે માટે જરૂરી છે. એ લોકો ભારપૂર્વક જણાવે છે કે મીટના નિયમિત પૂરવઠા વિના વ્યક્તિનું આરોગ્ય કથળે છે. એમાં એ ભૂલી જવાય છે કે મીટ કંઈ પ્રોટીનનો એકમાત્ર સોર્સ નથી. બીજા ઘણા પદાર્થો છે જે શરીરને જરૂરી પ્રોટીન પૂરું પાડી શકે છે.
 

શાકાહારિતા અને માંસાહારિતા (વેજિટેરિયનિઝમ અને નોન-વેજિટેરિયનિઝમ) શું છે?

સામાન્ય રીતે વેજિટેરિયન(શાકાહારી) એટલે જે લોકો પ્રાણીજ માંસ અને એની વાનગીઓ ખાતા નથી તે. ચુસ્ત શાકાહારી લોકો ઇંડાં નથી ખાતાં, જ્યારે બીજા ઘણા લોકો જેઓ પોતાને શાકાહારી માને છે તે ખાય છે. બીજા કેટલાક લોકો માછલી ખાય છે અને છતાં પોતે શાકાહારી હોવાનો દાવો કરે છે.અલ્ટ્રાસ્ટ્રિક્ટ શાકાહારીઓ દૂધ કે દૂધની બનાવટોનો પણ ઇન્કાર કરે છે. જ્યારે માંસાહારીઓ એ લોકો છે જેઓ પોતાના આહારમાં પ્રાણીઓનું માંસ સામેલ કરે છે.

 

શાકાહારી બનવું કે નહીં?

મીટ એ ફર્સ્ટક્લાસ પ્રોટીનનો એક્સલન્ટ સોર્સ છે જે શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે જરૂરી છે. કતલખાનાંમાંથી મળતું પ્રાણીઓનું માંસ રસાયણયુક્ત હોય છે. પ્રાણીઓના ખોરાકમાં અપાયેલ હોર્મોન્સ અને અન્ય પદાર્થો અને ઇંજેક્શન દ્વારા એન્ટિબાયોટિક્સ, વેક્સિન્સ વગેરે પણ અપાયેલ હોય છે. આ બધું એ ફ્લેશમાં હોય છે જે પછી એ ખાનારના શરીરમાં જાય છે. આ આર્ટિફિશ્યલી આપેલા પદાર્થો જંતુઓના બ્રીડિંગ માટે અદ્ભુત ગ્રાઉંડ બની રહે છે. જો મીટ યોગ્ય રીતે ન રંધાય તો બહુ ખતરનાક બની રહે છે. બીજું અગત્યનું પરિબળ એ છે કે એનિમલ ફ્લેશમાં એડ્રીનલિન હોય છે. લોહીમાં મોટી માત્રામાં એડ્રીનલિન ઠલવાય છે અને આ એડ્રીનલિન એની પોટેન્સી જાળવી રાખે છે. જ્યારે મીટ ખવાય છે ત્યારે એની અસરો ખાનારને થાય જ છે. મીટ ખાવા સાથે કબજિયાત પણ સંકળાયેલી છે. ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે મીટ ખાનારના ડાયજેશનની તુલનામાં શાકાહારી પદાર્થોના પાચનની પ્રક્રિયા સહેલી છે.

 

ટીચર્સ ટિપ્સઃ યોગ અને વેજિટેરિયનિઝમ

યોગ તમને કહેતું નથી કે તમે યોગની પ્રેક્ટિસ કરવા માટે ચુસ્ત શાકાહારી બનો. જો તમે માંસાહારી હોવ અને યોગની પ્રેક્ટિસ શરૂ કરો, તો યોગની પ્રેક્ટિસ તમને શાકાહાર તરફ લઈ જશે. જ્યારે તમે યોગની પ્રેક્ટિસ કરો છો, તો ઘણા સાત્વિક સંસ્કારો શરીરમાં આવે છે અને યોગની નિયમિત પ્રેક્ટિસથી તમામ તામસિક સંસ્કારો ધીમે ધીમે જતા રહેશે.

તમે માંસાહાર કરતાં પહેલાં ક્યારેય વિચાર્યું છે કે જ્યારે માંસ માટે પ્રાણીને મારી નાખતા હશે, તો એ પ્રાણીને શી લાગણી થતી હશે? જ્યારે પ્રાણીની કતલ થાય છે ત્યારે એનામાં દર્દ, વ્યથા, ઉદાસી, ડર અને કેટલીય નકારાત્મક લાગણીઓ ઉત્પન્ન થતી હોય છે. જ્યારે એ પ્રાણીનું માંસ ખાવામાં આવે ત્યારે એ બધી લાગણીઓ, સંસ્કાર એ આહાર સાથે વ્યક્તિમાં આવે છે. શું તમે એનો ઉપયોગ કરવા માગો છો? તો માંસાહાર કરતા અગાઉ આ બધાં વિશે વિચાર કરો. કોને મરવું ગમે છે અને તે પણ મૃત્યુ થોપવામાં આવ્યું હોય ત્યારે વિચાર કરો કે જો કોઈ તમને ઉપાડી જાય, તમને પાંજરામાં પૂરે અને અચાનક તમે તમારા પ્રિયજનોથી દૂર જાવ છો. તમે એવા પિંજરામાં છો જ્યાં હલનચલનની જગ્યા નથી, શ્વાસ લેવાય એવું નથી તો તમને સફોકેશન લાગે છે. તમે ભાગી જઈ પણ શકતા નથી કેમ કે તમારું અપહરણ થયેલ છે. જેણે તમને કિડનેપ કર્યા છે, તે અચાનક તમારી સામે મોટો છરો લઈને આવે છે, તમને મારી નાખે છે, અને તમારું માંસ બજારમાં વેચે છે. જ્યારે આવું થાય તો કેવું લાગે તમને? કેવી લાગણીઓ થાય છે, કેટલું દર્દ થાય છે આટલું વાંચતા, તો એ જ પીડા પ્રાણીઓને થાય છે, કેમ કે તેમને પણ આપણી માફક પરિવાર, બચ્ચાં, ઘર પ્રત્યે પ્રેમ છે. હવે પછી માંસાહારી આહાર ખાતાં પહેલાં એ પ્રાણીઓ સાથે કનેક્ટ થવા પ્રયાસ કરજો કે જેનું માંસ ખાવાના છો અને જાતને પૂછજો કે શું આનાથી, આ ખાવાથી ખરેખર તમને મઝા આવી? સંતોષ મળ્યો?