અશ્વિની મુદ્રામાં શીર્ષાસન
યોગિક સાહિત્યમાં મુદ્રાનો અર્થ શબ્દશઃ સીલ અથવા લોક અથવા બંધ થાય છે જે શબ્દ સ્નાયુઓના સંકોચન અને વિસ્તરણ માટે વપરાય છે. જે સરક્યુલેટરી, નર્વસ અને ગ્લેન્ડ્યુલર સિસ્ટમ્સને અસરકારક ગણવામાં આવે છે અને એ રીતે આપણાં આંતરિક અંગોના વર્તનને અસર કરે છે.આ મુદ્રાને અશ્વિની કહે છે કેમ કે જેમ ઘોડો દોડે ત્યારે તે એનું પૂંછડું ઊંચું વાળેલું અને એનસથી દૂર રાખે છે તેમ આ મુદ્રામાં એનલ એપર્ચરનું સંકોચન અને વિસ્તરણ એ રીતે થાય છે.