હનુમાનાસન
Anand
11 May 2022
કબજિયાતને દૂર કરનારા યોગાસનો
મારા મતે કબજિયાત એ અગણિત બીમારીઓનું કારણ છે. 90% બીમારીઓ કબજિયાતના કારણે થાય છે. અંગત રીતે કબજિયાતના ઘણા દર્દીઓને મળી છું જેઓ યોગ માટે આવે છે પછી યોગ નિયમિત રીતે કરવાથી રાહત અનુભવે છે. ઘણાને ખરેખર તો કબજિયાત નથી હોતી પણ મળશુદ્ધિ ન થવાથી અને શરીરમાં ધીમે ધીમે ઝેર બનતું હોવાથી પીડાતા હોય છે. આપણા આંતરડાં ખરેખર તો ગંદકી વહી જનાર છે અને એ અગત્યનું છે કે તમામ પ્રકારનો ન પચેલો ખોરાક અને કચરો તેમાંથી પસાર થાય જેનો નિકાલ થવો જ જોઈએ, નહીંતર રહેલો ઝેરી પદાર્થ પાછો શરીરમાં જઈને, લોહીમાં શોષાઈને આંતરડાની દીવાલોમાં રહી જાય છે.