Anand
10 May 2022
કંસારા સેવા સમાજ - ગુજરાત આયોજીત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 June 2021 નિમિત્તે સમસ્ત કંસારા સમાજમાટે "યોગ સ્પર્ધા 2021" જનરલ રાઉન્ડ (ર૧મી જુન ર૦ર૧) થોડું યોગ વિષે જાણીએ.... મહર્ષિ પતંજલિ યોગના જનક છે, યોગનો જન્મ ૫૦૦૦ વર્ષ કરતાં પણ પહેલા ભારત વર્ષમાં થયો છે, યોગ શબ્દ સંસ્કૃત શબ્દ “यूज” પરથી બનેલ છે. “શૂઝ” નો અર્થ છે જોડાણ અથવા મિલન, શારિરીક સ્વસ્થતા વિશેની જાગૃતતા આજે દુનિયાને યોગ તરફ લાવી છે. આજના લોકો શારીરિક અને માનસિક સુખ પામવા કુદરત તરફ વળ્યા છે મહર્ષિ પાતાંજલિએ "યોગસૂત્ર” માં યોગનાં આઠ અંગ બતાવ્યા છે. (૧) યમ (૨) નિયમ (૩) આસન (૪) પ્રાણાયામ (૫) પ્રત્યાહાર (૬) ધારણા (૭) ધ્યાન (૮) સમાધિ જેને અષ્ટાંગ યોગ કહેવાય છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની આપ સર્વેને શુભેચ્છાઓ કંસારા સેવા સમાજ ઇવેન્ટ મેનેજમેન્ટ ટીમ