અશ્વિની મુદ્રામાં શીર્ષાસન

યોગિક સાહિત્યમાં મુદ્રાનો અર્થ શબ્દશઃ સીલ અથવા લોક અથવા બંધ થાય છે જે શબ્દ સ્નાયુઓના સંકોચન અને વિસ્તરણ માટે વપરાય છે. જે સરક્યુલેટરી, નર્વસ અને ગ્લેન્ડ્યુલર સિસ્ટમ્સને અસરકારક ગણવામાં આવે છે અને એ રીતે આપણાં આંતરિક અંગોના વર્તનને અસર કરે છે.આ મુદ્રાને અશ્વિની કહે છે કેમ કે જેમ ઘોડો દોડે ત્યારે તે એનું પૂંછડું ઊંચું વાળેલું અને એનસથી દૂર રાખે છે તેમ આ મુદ્રામાં એનલ એપર્ચરનું સંકોચન અને વિસ્તરણ એ રીતે થાય છે.
 

ભુજંગાસન

 ભુજંગ એટલે સાપ. આ આસનમાં શરીરનો આકાર સર્પ જેવો થતો હોવાથી તેને ભુજંગાસન કહેવામાં આવે છે. આ ઉપરાંત આ આસનને સર્પાસન પણ કહે છે.

મૂળ સ્થિતિ : પેટ પર તણાવમુક્ત સ્થિતિમાં એટલે કે ઊંધા સૂઈ જવું.

હલાસન

આ આસનની અંતીમ સ્થીતીમાં શરીરનો આકાર હળ જેવો થતો હોવાથી એને હલાસન કહે છે.

શીર્ષાસન

શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે. માથાના બળે કરવામાં આવતુ હોવાથી આ આસનને શીર્ષાસન કહેવામાં આવે છે. આપણા શરીરના બધા જ તંત્રોની તંદુરસ્તી જાળવવા જો એક આસનનું નામ લેવાનું હોય તો શીર્ષાસનનું લઈ શકાય. ખાસ કરીને નાડીતંત્રને ચેતનવંતી બનાવવા તથા શારીરિક અને માનસિક તનાવમાંથી મુક્તિ મેળવવા માટે શીર્ષાસન અજોડ છે. શીર્ષાસન માનવો માટે અમૃત સમાન છે. જરા અને વ્યાધિને પણ દૂર કરે અને શરીરને સર્વાંગે નિરોગી બનાવે તેવું સર્વશ્રેષ્ઠ રસાયણ છે

Subscribe to સર્વાંગાસન